એપશહેર

રુપાલના વરદાયિની મંદિરનો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં સમાવેશ, દાતાઓએ 120 કિલો ચાંદી દાન કર્યું

Rupal Vardayini Temple included in Prasad Scheme: ગાંધીનગરના જિલ્લાના રુપાલ ગામમાં આવેલું વરદાયિની માતાજીનું મંદિર દર વર્ષે અહીં યોજાતા પલ્લી મહોત્સવના કારણે ખૂબ જ જાણીતું છે. આ ઉત્સવ દરમિયાન ગામના રસ્તાઓ પર હજારો કિલો ઘી વહે છે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો આ દરમિયાન રુપાલ આવે છે. હવે વરદાયિની માતાજીનું આ મંદિર કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં સમાવેશ થયો છે.

Curated byMitesh Purohit | Agencies 30 Jun 2022, 9:19 am
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામ ખાતે આવેલા વરદાયિની માતાજી મંદિરને કેન્દ્ર સરકારની પ્રસાદ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના થકી આ મંદિરનો વિકાસ એક આસ્થા કેન્દ્ર સાથે ટુરિઝમની રીતે આગામી સમયમાં કરવામાં આવશે. ત્યારે અષાઢી બીજે ગૃહ મંત્રીના હસ્તે રૂપાલ અને વાસણ ગામના તળાવના બ્યુટિફિકેશન કામનું ખાતમુહૂર્ત કરાશે.આ ઉપરાંત અષાઢી બીજના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રીની 120 કિગ્રા ચાંદીથી રજતતુલા પણ રૂપાલ ખાતે કરવામાં આવનાર છે. તેમ મંદિરના ટ્રસ્ટી નીતિનભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
I am Gujarat vardayini mataji temple
પ્રસાદ યોજનામાં સમાવેશ થતાં મંદિરનો વિકાસ એક આસ્થા કેન્દ્ર સાથે ટુરિઝમની રીતે આગામી સમયમાં કરવામાં આવશે.


કેન્દ્ર સરકારીની પ્રસાદ યોજનામાં વરદાયિની મંદિરનો સમાવેશ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શન અને તેમના સૂચન બાદ કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ આ મંદિરનો વિકાસ કરવામાં આવનાર છે. આ યોજના થકી આ મંદિર ખાતે તેના બ્યુટીફિકેશન, ગાર્ડન, રહેવાની સુવિઘા, પાર્કિગ, ભોજન સહિત તમામ જરૂરિયાતને લક્ષમાં રાખી વિકાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની આ યોજના થકી વરદાયનિ માતાજીનું મંદિર દેશભરમાં આસ્થાના કેન્દ્ર સાથે એક પર્યટક સ્થળ બની રહેશે.

અમિત શાહની રજત તુલા થશે
નીતિનભાઈએ આગળ કહ્યું કે, અષાઢી બીજના પાવન પર્વે ગામમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં યોજાનાર કામની વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા. 1 જુલાઇ અને અષાઢી બીજના દિવસે રૂપાલ ગામના તળાવ બ્યુટિફિકેશન કામનું ખાતમુર્હૂત કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહના હસ્તે થનાર છે. આ સાથે રૂપાલથી નજીક આવેલા અને વાસણિયા મહાદેવથી વિશ્વ વિખ્યાત બનેલા વાસણ ગામના તળાવનું પણ બ્યુટિફિકેશન કાર્યનો આરંભ પણ આ સંકુલમાંથી કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ કરાવશે.

મંદિરનું બ્યુટીફિકેશન, ગાર્ડન, રહેવાની સુવિઘા, પાર્કિગ, ભોજન વ્યવસ્થા થશે
શ્રી વરદાયિની માતા દેવસ્થાન સંસ્થાન રૂપાલ દ્વારા કેન્દ્રીય મંત્રી અમિતભાઇ શાહનો રજતતુલા સન્માન સમારોહનું પણ તા. 01 જુલાઇના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રીને દાતાઓ દ્વારા તેમના વજન જેટલા ચાંદીથી તોલવામાં આવશે. આ ચાંદી અમિત શાહ મંદિરમાં દાન સ્વરૂપે અર્પણ કરશે. આ તમામ ચાંદીના રૂપિયા મંદિરના વિકાસ કાર્યમાં ખર્ચે કરવામાં આવશે. હાલમાં નવ જેટલા દાતાઓ દ્વારા 120 કિલોગ્રામ ચાંદી દાન સ્વરુપે આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગામમાં 75 જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવશે અને તેને ફૂલવા ફળવા માટે જાળવણી પણ કરાશે.

Read Next Story