એપશહેર

ગુજરાતઃ સમુદ્રી માર્ગે પાક કમાંડો અને આતંકવાદીની ઘુસણઘોરીના ઇનપુટ, હાઈ એલર્ટ જાહેર

Mitesh Purohit | Navbharat Times 29 Aug 2019, 2:03 pm
અમદાવાદ/કંડલાઃ દક્ષિણ ભારત બાદ હવે પાકિસ્તાન ભારતના પશ્ચિમ કિનારે નાપાક ષડયંત્ર રચવાના પ્લાન કરી રહ્યું છે. અહેવાલ એછ કે ગુજરાતમાં કંડલા પોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં દરિયાઈ માર્ગે પાકિસ્તાની કમાંડો અને આતંકવાદીઓ ઘુસણખોરી કરવાના પ્લાનમાં છે. આ પહેલા ભારતીય નૌસેનાએ કચ્છના રસ્તે પાકિસ્તાન તરફથી આતકંવાદી ષડયંત્ર અંગે એલર્ટ જાહેર કર્યું હતું. તો બીજી તરફ શ્રીલંકાના માર્ગે લશ્કર-એ-તૈયબાના અનેક આતંકવાદીઓ ઘુસણખોરી કરી શકે તેવું ભારતીય ગુપ્તચર એજન્સીઓને ઇનપુટ આધારે જણાવ્યું છે. એજન્સીઓને મળેલા ઇનપુટ અનુસાર લશ્કરના આતંકવાદીઓ શ્રીલંક થઈને દરિયાઈ માર્ગે તામિલનાડુમાં ઘુસ્યા છે. કોઇમ્બતુરમાં ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતાહવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:જુઓ વીડિયોઃ કચ્છ(પૂર્વ)ના SP ડી.એસ. વાઘેલાએ આપી જાણકારીગુજરાત પોલીસના એક ટોપના અધિકારી મુજબ સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ કંડલા પોર્ટ પહોંચી ચૂક્યા છે. સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. કોસ્ટગાર્ડ, નેવી, મરીન પોલીસ અને સ્થાનીક પોલીસને સ્થિતિ અંગે અવગત કરવામાં આવ્યા છે. તે સાથે જ ગુજરાતના તમામ બંદરોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રિપોર્ટ્સ મુજબ આતંકવાદીઓ નાની બોટ દ્વારા કચ્છની ખાડી અને સરક્રીકના રસ્તે ગુજરાતમાં દાખલ થઈ શકે છે. સુરક્ષા માટે ચેક પોઇન્ટ્સ અને ટાયર કિલિંગ બેલ્ટ પણ લગાવવામાં આવ્યા છે. જેથી બેરીકેડ તોડીને ભાગવાના પ્રયાસમાં શંકાસ્પદ ગાડીઓને રોકી શકાય.
રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ તામિલનાડુના કોઇમ્બતૂરમાં દરોડા પાડવાનું શરુ કર્યું છે. કહેવામાં આવ્યું છે કે NIA 5 સ્થાનોની તલાશ લઈ રહી છે. આ જગ્યાઓથી લેપટોપ, મોબાઈલફોન, સિમકાર્ડ અને પેન ડ્રાઈવ મળઈ આવી છે. પોલીસે જણાવ્યું કે આ દરોડા પાછળ આતંકવાદી સંગઠનો સાથે સંપર્કમાં હોય તેવા શંકાસ્પદોને પકડી પાડવાનું લક્ષ્ય છે. આ કાર્યવાહી ગત સપ્તાહે લશ્કરના 6 આતંકવાદીઓ પાકિસ્તાનથી શ્રીલંકા થઈ દરીયાઈ માર્ગે તામિલનાડુમાં ઘુસ્યા હોવાના ઇનપુટને આધારે કરવામાં આવી રહી છે.જુઓઃ ખાવા ધાન નથી પરંતુ મિસાઇલ પરિક્ષણ કરે છે પાકિસ્તાન

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો