એપશહેર

ક્યાં છે કોરોના? અ'વાદના ગુજરી બજારમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા

Agencies 26 Jul 2020, 2:09 pm
અમદાવાદ: કોરોનાના કેસ ઘટી જતા અમદાવાદીઓ બેફામ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે પડી રહ્યા છે. કોરોનાની ગંભીર પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એલિસબ્રિજ ખાતેના ગુજરી બજારની એવી તસવીરો સામે આવી છે જે જોઈને કોઈ પણ હચમચી શકે છે. દ્રશ્યોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી થઈ રહ્યું તેવુ સ્પષ્ટ જોઈ શકાય છે.
I am Gujarat 6

એક સમયે કોરોના હોટસ્પોટ ગણાતા વિસ્તારમાં જાણે હવે કોરોનાનો ડર જ નથી રહ્યો એ રીતે વસ્તુઓની ખરીદી માટે લોકો સેંકડોની સંખ્યામાં ઉમટી પડ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થતા સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ક્યાંય જોવા મળ્યું નથી. જ્યારે બીજી તરફ મોટાભાગના લોકોના ચહેરા પર માસ્ક પણ નથી. એવામાં અમદાવાદમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં અચાનક ઉછાળો આવે તો કોઈ નવાઈ નથી.
સામે આવેલી તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ગુજરી બજારમાં સોશિયલ ડિસ્ટન્સિગ અને માસ્ક સહિતની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં ઈદ આવતી હોવાથી પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી રહી છે. જો આ દરમિયાન એક પણ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત હોય તો તે હજારોને સંક્રમિત કરી શકે છે. બીજી તરફ આટલી મોટી ભીડ સામે પોલીસ કોઈ એક્શન કેમ નથી લેતી? તેવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
અમદાવાદમાં કોરોના કેસો ધીમે-ધીમે ઓછા થઈ રહ્યા છે. જ્યારે અમુક લોકો ફરીથી તેને ખુલ્લો આમંત્રણ આપી રહ્યા છે. સામાન્ય દિવસોમાં રવિવારે GMDC ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસીયાઓ ઉમટી પડતા હોય છે. પરંતુ કોરોનાના ખૌફ વચ્ચે પણ આજે GMDC ગ્રાઉન્ડ ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. જોકે બાદમાં પોલીસ આવતા નાસભાગ મચી હતી. જણાવી દઈએ કે, અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 25,529 જ્યારે કુલ મૃત્યુઆંક 1573 પર પહોંચ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો