એપશહેર

લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટીચરે આગોતરા જામીનની અરજી કરી, વિદ્યાર્થિનીઓને ‘ગંદા’ મેસેજ મોકલવાનો છે આરોપ

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ લોયલા હૉલના સ્પોર્ટ્સ ટીચર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેમને શાળા સંચાલન દ્વારા સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે તેઓ વિદ્યાર્થીનિઓને અશ્લીલ મેસેજ કરતા હતા અને એકાંતમાં મળવા પણ બોલાવતા હતા. હવે આ શિક્ષકે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી છે.

Edited byZakiya Vaniya | TNN 13 Oct 2022, 8:14 am
અમદાવાદ- શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, લોયલા હૉલ થોડા સમય પહેલા અગમ્ય કારણોસર ચર્ચાનો વિષય બની હતી. શાળાના સ્પોર્ટ્સ ટીચર પર આરોપ મૂકવામાં આવ્યો હતો તે તે વિદ્યાર્થિનીઓનો પીછો કરતા હતા, સોશિયલ મીડિયા પર પરેશાન કરતા હતા અને છેડતી પણ કરતા હતા. આ આરોપો મૂકવામાં આવતા શાળા તંત્ર દ્વારા ટીચરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે આ શિક્ષક દ્વારા શહેરની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી છે.
I am Gujarat loyola school
શાળા તંત્રએ શિક્ષકને કર્યા છે સસ્પેન્ડ.


વિદ્યાર્થિનીઓને એકાંતમાં મળવા બોલાવનારા લોયલા સ્કૂલના સ્પોર્ટ્સ ટીચરને સસ્પેન્ડ કરવામાં આવ્યો
લોયલા સ્કૂલના આ સ્પોર્ટ્સ ટીચરનું નામ રવિ રાજસિંહ ચૌહાણ છે. તેમણે 3 ઓક્ટોબરના રોજ જામીનની અરજી સેશન્સ કોર્ટમાં દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે 20 દિવસ પહેલા જ તેમના વિરુદ્ધ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. વિદ્યાર્થિનીએ આરોપ મૂક્યો હતો કે સોશિયલ મીડિયા પર રવિ ચૌહાણ તેને અસભ્ય મેસેજ મોકલતો હતો. આ ફરિયાદ સાંભળીને તેના માતાએ ફરિયાદ કરી હતી. કોર્ટ દ્વારા વિદ્યાર્થિનીના માતાને નોટિસ મોકલવામાં આવી છે અને પૂછવામાં આવ્યું છે કે શું તેમને આ જામીન અરજી વિરુદ્ધ કોઈ વાંધો છે કે કેમ.

તમને જણાવી દઈએ કે આ પ્રકારના આરોપ જ્યારે મૂકવામાં આવ્યા હોય ત્યારે જામીન અરજી પર કાર્યવાહી કરતા પહેલા ફરિયાદીને નોટિસ આપવી ફરજિયાત હોય છે. શિક્ષક વિરુદ્ધ સેક્શન 354A, 354D તેમજ POCSO એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે પોલીસે ફરિયાદી સુધી નોટિસ પહોંચાડી નથી. 6 ઓક્ટોબરના રોજ કોર્ટને કહેવામાં આવ્યું કે આ કામ સાથે સંકળાયેલ પોલીસકર્મી રજા પર છે. કોર્ટ હવે આ કેસની કાર્યવાહી 15મી ઓક્ટોબરના રોજ કરશે.

ફરિયાદીને જામીન અરજીની જાણકારી પાછળથી થઈ અને તેમનું કહેવું છે કે વહેલી તકે તે આ બાબતે વિરોધ વ્યક્ત કરશે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર માસમાં આ સમગ્ર મામલો સામે આવ્યો હતો. 3 વિદ્યાર્થીનિઓએ શાળાના આચાર્યને ફરિયાદ કરી હતી કે, સ્પોર્ટ્સ ટીચર રવિરાજ ચૌહાણ તેમને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરે છે. આટલુ જ નહીં તેમની પાસે તસવીરો પણ મંગાવતા હતા અને શાળાની બહાર એકાંતમાં મળવા પણ બોલાવતા હતા.

આ ફરિયાદ સામે આવી ત્યારે સૂત્રો દ્વારા એવી જાણકારી પણ સામે આવી હતી કે આ પહેલા પણ આ સ્પોર્ટ્સ ટીચર વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. પહેલા પણ વિદ્યાર્થીનિઓએ તેમના વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદ નોંધાવી હતી અને તંત્ર દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે પાછળથી તેમને ફરી નોકરી પર રાખવામાં આવ્યા હતા.

Read Next Story