એપશહેર

ગુજરાતમાં જલદી મારુતિ ઈલેક્ટ્રિક વાહનો બનાવવાનું શરુ કરશે, સુઝુકીનું 10,440 કરોડનું રોકાણ

Suzuki EV production In Gujarat: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે રીતે વધારો થઈ રહ્યો છે તે જોતા હવે લોકો ઈલેક્ટ્રિક વ્હિકલ ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે. આવામાં સુઝીકી મોટર દ્વારા ભારતમાં કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કંપનીનો 2025 સુધીમાં ઈલેક્ટ્રિક વ્હિકલ લોન્ચ કરવાનો પ્લાન છે. આ માટે કંપની દ્વારા ગુજરાતમાં 10 હજાર કરોડથી વધુનું રોકાણ કરવામાં આવશે.

Edited byTejas Jingar | TNN 21 Mar 2022, 8:21 am

હાઈલાઈટ્સ:

  • ગુજરાતમાં સુઝુકી દ્વારા 10 હજાર કરોડના રોકાણની જાહેરાત કરવામાં આવી
  • ઈલેક્ટ્રિક વ્હિકલના પ્લાન્ટ માટે કરાશે 10,440 કરોડનું રોકાણ કરવામાં આવશે
  • સુઝુકીએ એમઓયુ કરીને કંપનીના ગુજરાતમાં રોકાણના પ્લાન વિશે જણાવ્યું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Maruti Suzuki EV Vehicles
સુઝુકીનું ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો માટે 10 હજાર કરોડનું રોકાણ
અમદાવાદઃ જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશને રવિવારે જાહેરાત કરી છે કે તે 150 બિલિયન યેન (₹10,445 કરોડ)નું 2026 સુધીમાં રોકાણ ગુજરાતમાં કરશે. આ રોકાણ દ્વારા બેટરી ઈલેક્ટ્રિક વ્હિકલ્સ (BEV) અને BEV બેટરી બનાવશે. કંપનીએ દિલ્હીમાં 19 માર્ચે યોજાયેલા ઈન્ડિયા-જાપાન ઈકોનોમિક ફોરમમાં એમઓયુ સાઈન કર્યા હતા.
સુઝુકી મોટર કોર્પોરેશનના રિપ્રેઝન્ટેટિવ ડિરેક્ટર અને પ્રેસિડેન્ટ તોશીહીરો સુઝુકીએ ફોરમમાં જણાવ્યું કે, "સુઝુકીનું ભવિષ્યનું લક્ષ્ય કાર્બન ન્યુટ્રાલિટી સાથે નાની કાર બનાવવાનું છે. અમે ભારતને આત્મનિર્ભર ભારત બનાવવા માટે રોકાણ કરતા રહીશું."

કંપનીએ એમઓયુ અંતર્ગત જણાવ્યું છે કે સુઝુકી મોટર ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ દ્વારા ઈલેક્ટ્રિક વ્હિકલ માટે પ્લાન ઉભો કરવા માટે 7,300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, જ્યાં 2026 સુધીમાં BEV બેટ્રરીસ બનાવવામાં આવશે. આ સાથે સુઝુકી મોટર દ્વારા રૂપિયા 3,100 કરોડનું રોકાણ કરાશે જેમાં 2025 સુધીમાં BEV મેન્યુફેક્ટરિંગની પ્રોડક્શન કેપેસિટીને વધારવામાં આવશે.

આ સિવાય અન્ય ગ્રુપ મારુતિ સુઝુકી તોયોત્સુ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (MSTI) દ્વારા 45 કરોડનું રોકાણ 2025 સુધીમાં વ્હિકલના રિસાઈકલિંગ પ્લાન્ટ માટે કરવામાં આવશે.

મારુતિ સુઝુકીએ ભારતના ઈલેક્ટ્રિક વ્હિકલ માર્કેટમાં 2025 સુધીમાં એન્ટ્રી કરશે. કંપનીના લિડર દ્વારા જણાવાયું કે હાલના ભાવ પ્રમાણે સસ્તામાં મોટા જથ્થામાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સ વેચવાનું કામ મુશ્કેલ છે.

અગાઉ 2019માં મારુતિએ વેગન-આર હેચબેક સાથે 2020માં ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની હતી. જોકે કંપનીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારી સમર્થનની કમીનું કારણ રજૂ કરીને કમર્શિયલ લોન્ચનો ઈનકાર કર્યો હતો.

જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે તે જોતા હવે લોકો ઈલેક્ટ્રિક વાહનો ખરીદવાનું વિચારી રહ્યા છે. આવામાં કંપનીઓ પણ ઈલેક્ટ્રિક વાહનો બનાવવા માટે તડામાર તૈયારીઓ કરી રહી છે. જેમાં એમજી હેક્ટર દ્વારા પણ ઈલેક્ટ્રિક કારનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય ટાટા સહિતની કંપનીઓ ઈલેક્ટ્રિક વાહનો પર મોટા પ્રમાણમાં કામ કરી રહી છે.

Read Next Story