એપશહેર

UKના ચૂંટણી જંગમાં અમદાવાદના 40 વર્ષીય મહિલા મેદાને, કન્ઝર્વેટિવ પાર્ટીએ આપી ટિકિટ

શિવાની જોષી | I am Gujarat 1 Dec 2019, 10:11 am
પાર્થ શાસ્ત્રી, અમદાવાદ: 40 વર્ષીય તમકીન શેખનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. 12 ડિસેમ્બરે યુકેમાં યોજાનારી ચૂંટણીમાં તેઓ પહેલીવાર ઊભા રહ્યાં છે. બાર્કિંગ મતક્ષેત્રમાંથી ચૂંટણીમાં ઊભા રહેલા તમકીન શેખ હાલતો પ્રચારમાં વ્યસ્ત છે. તેમણે કહ્યું, ભારતની ચૂંટણી કરતાં અહીં થોડું અલગ છે. કારણકે અહીં ઉમેદવારોએ મતદારોની વચ્ચે વધુ રહેવું પડે છે. મતદારો સાથે રહીને તેમની સમસ્યા જાણવી જરૂરી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોતમકીન શેખે કહ્યું, “મારો જન્મ અમદાવાદમાં થયો છે. નવરંગપુરા વિસ્તારમાં હું મોટી થઈ છું. માઉન્ટ કાર્મેલ સ્કૂલ અને એચ. એલ. કોલેજ ઓફ કોમર્સમાંથી શિક્ષણ મેળવ્યું છે. મેં જર્નાલિઝમનો કોર્સ કર્યો અને તેમાં જ અમદાવાદમાં કરિયર બનાવ્યું હતું. 2004માં ઉચ્ચ અભ્યાસ માટે હું યુકે આવી હતી.”બ્રેક્ઝિટના સમર્થક તમકીન શેખ લેબર પાર્ટીના ઉમેદવાર માર્ગરેટ હોજ (Margaret Hodge) સામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે. માર્ગરેટ પાસે આ બેઠક 1994થી છે. 1940ના દશકામાં બાર્કિંગ મત વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો ત્યારથી જ આ બેઠક લેબર પાર્ટી પાસે છે. જો કે, તમકીનને આ વાતની કોઈ ચિંતા નથી. તમકીને કહ્યું, “હું ઘણા વર્ષોથી સામાજિક કાર્યો કરી રહી છું. સ્થાનિક સમુદાય સાથે સારો પરિચય છે. આ જ રીતે સામાજિક કાર્યો થકી જ મેં રાજકારણમાં પ્રવેશ કર્યો.”તમકીન જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં સ્થાનિકો ઉપરાંત એશિયા અને આફ્રિકાથી આવેલા ઈમિગ્રન્ટ્સની વસ્તી છે. બે બાળકોની માતા તમકીને કહ્યું, “કંઝર્વેટિવ પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડવાનું પસંદ કર્યું કારણકે તે વેપાર અને નવીનીકરણને પ્રોત્સાહન આપે છે. હું ચૂંટાઈશ તો લોકોની સારસંભાળ, યુવાનોને યોગ્ય તક અને સામાજિક સંસ્થાઓને વધુ સારી બનાવવા માટે મહેનત કરીશ.”નિષ્ણાતોના મતે, બ્રિટિશ રાજકારણમાં છેલ્લા થોડા વર્ષોમાં એશિયા અને ભારતના પ્રતિનિધિઓ વધ્યા છે. લંડન જેવા શહેરમાં એશિયા અને ભારતીયોની વસ્તી વધારે છે અને ત્યાંના પ્રતિનિધિ પણ છે. આફ્રિકા અને ભારતીય મૂળના પ્રીતિ પટેલ બ્રિટિશ રાજકારણનું જાણીતું નામ છે. યુકેમાં બોરિસ જોન્સની સરકારમાં તેઓ ગૃહમંત્રી છે.લંડન બ્રિજ પર થયેલા આતંકી હુમલાની જવાબદારી ISISએ સ્વીકારી
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story