એપશહેર

અ'વાદઃ સેન્ટ ઝેવિયર્સ લોયોલાના શિક્ષકે સો.મીડિયામાં વિદ્યાર્થીનીની છેડતી કરી, PASA હેઠળ જેલ ભેગા

સોશિયલ મીડિયા માધ્યમથી શાળાના PT ટીચરે છોકરીની પજવણી કરી હતી. જેના કારણે એક નહીં પરંતુ 4 છોકરીઓએ ફરિયાદ કરતા તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. શિક્ષકની ધરપકડ કરી દેવાઈ છે એટલું જ નહીં તેમની સામે કડક પગલાં પણ ભરાશે. અત્યારે વિગતો પ્રમાણે તેમને જામીન પણ રદ કરી દેવાયા છે.

Authored byParth Vyas | I am Gujarat 26 Feb 2023, 9:01 am
અમદાવાદઃ ડિજિટલ યુગમાં અત્યારે આંગળીના ટેરવે આખી દુનિયા આવી ગઈ હોય એમ લાગી રહ્યું છે. તેવામાં આ માધ્યમોનો દુરૂપયોગ કરીને પણ ઘણી એક્ટિવિટીઝ થતી રહેતી હોય છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં આવ્યો છે. શિક્ષણ જગતને લજવી દે એવી ઘટના ઘટી છે. એક સ્પોર્ટ્સ ટીચરે ધોરણ 9માં ભણતી વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમ પર પજવણી કરી હોવાની ઘટના સામે આવી છે. જેને લઈને એન્ટી સોશિયલ એક્ટિવિટી અંતર્ગત આ શિક્ષકની અટકાયત કરવામાં આવી છે.
I am Gujarat લોયોલાના શિક્ષકે સ્ટુડન્ટની છેડતી કરી
file pic


જાતીય સતામણીના આક્ષેપમાં શિક્ષક જેલ ભેગા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રવિરાજસિંહ ચૌહાણ કે જેઓ St. Xaviers હાઈસ્કૂલમાં PT ટિચર હતા તેમની સામે કડક પગલા ભરવામાં આવ્યા છે. જાતીય સતામણી અને સાયબર ક્રાઈમ અંતર્ગત તેમને ભુજની પાલારા જેલમાં રાખવાનો આદેશ અપાયો છે. આ શિક્ષક સામે 4 છોકરીઓની ફરિયાદના આધારે શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 17 ઓક્ટોબરે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે જાતીય સતામણી અને બાળકોની પજવણી કરવાના ગુનામાં તેમની સામે કાર્યવાહી કરી હતી.

10 જાન્યુઆરીએ જામીન મળ્યા
ચૌહાણને જામીન મળ્યા હતા. જોકે મીડિયા અહેવાલો પ્રમાણે શિક્ષક જેવા જામીન પર બહાર આવ્યા એના ગણતરીના સમયમાં જ પોલીસ કમિશનરે આકરા પગલા ભર્યા હતા. તેમણે 8 ફેબ્રુઆરીએ આ શિક્ષકની અટકાયત કરી દીધી હતી. તથા આદેશ આપ્યો હતો કે તમે તો જામીન પર બહાર છો અને સંભાવના છે કે ફરીથી તમે અસામાજિક પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકો છો. તમે લોકોની માનસિક પજવણી કરી છે તેથી તમને સાયબર ક્રિમિનલ છો.

આગળ ટીમે જણાવ્યું કે સાયબર ક્રિમિનલ તો ક્યાંયથી પણ અસામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. તેથી કડક પગલા ભરાયેલા રહેવા એ યોગ્ય અને સામાન્ય છે. નોંધનીય છે કે અત્યારે સાયબર ક્રાઈમ વધી ગયા છે. તથા આ કેસમાં બાળકીઓની માહિતી અમે ગુપ્ત રાખી છે. બીજી બાજુ શાળાના શિક્ષક વિરૂદ્ધ અત્યારે કડક કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે. ડિજિટલ યુગમાં આ પ્રમાણેના કિસ્સા સતત વધતા વાલીઓ માટે પણ એક સતર્ક થવાનો સંકેત મળ્યો છે. પોલીસ આ પ્રમાણેની અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સતત કાર્યરત છે.

Read Next Story