એપશહેર

ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી તૈયાર થયેલ ટેન્ટ ચીન સરહદે જવાનો માટે બન્યું સુરક્ષા કવચ

ટેન્ટની છત પર 6 ફૂટ બરફ પડે તો પણ કંઈ થશે નહીં, ભારે પવન અને હાડ ગાળતી ઠંડી વચ્ચે જવાનોને રક્ષણ મળશે

I am Gujarat 25 Oct 2020, 2:22 pm
ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ (જીયુસેક)એ ચીન સરહદે ફરજ બજાવતા જવાનો માટે એલ્ટિટ્યૂડ હેબિટાટનું તૈયાર કરેલું સેમ્પલ લેહમાં ઈન્સ્ટોલ કરાયું છે. આ શેલ્ટર હોમ 15,500 ફૂટની ઊંચાઈએ માઈનસ 30 ડિગ્રી તાપમાનમાં રક્ષણ આપે છે અને રૂફ પર 6 ફૂટ સુધી બરફ પડે તો પણ તેને કંઈ થતું નથી. આ રિસર્ચ માટે ભારતીય સૈન્યે યુનિવર્સિટીને 1.20 કરોડની ગ્રાન્ટ પણ આપી હતી.
I am Gujarat tent for indian army to use during harsh atmosphere made with gujarat university help placed at 15000 altitude near lac
ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી તૈયાર થયેલ ટેન્ટ ચીન સરહદે જવાનો માટે બન્યું સુરક્ષા કવચ


ટેન્ટની વિશેષતા

ટેન્ટ ફેબ્રિક ઇન્સ્યુલેશન, કાર્બન કમ્પોઝિટ મટીરિયલ અને ઓક્સિડાઇઝડ મેટલથી બનેલો છે. માઇનસ 30 ડિગ્રી તાપમાન તેમજ 6 ફૂટ બરફ હોય તો પણ જવાનો ઠંડી સામે રક્ષણ મેળવી શકશે. રેગ્યુલર ડોર, ઇમરજન્સી ડોર, સ્ટોર રૂમ, બાથરૂમ, સેનિટાઝર સહિતની વ્યવસ્થા આ ટેન્ટમાં છે. ભૂકંપ, અતિવૃષ્ટિ કે કોરોનાની સ્થિતિમાં આઇસોલેશન સેન્ટર માટે ટેન્ટનો ઉપયોગ થઈ શકશે.

ટેન્ટમાં 20થી 30 જવાનો રહી શકે છે

આ ટેન્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે ભારતની હિમાલયન સરહદો પર 15,500 ફૂટની ઊંચાઈ પર ટેન્ટને ઇન્સ્ટોલ કરી શકાય છે. 8 લોકો 2 કલાકમાં ટેન્ટને ઇન્સ્ટોલ કરી શકે છે. ટેન્ટના ઇન્સ્ટોલ માટે 6 નટ બોલ્ટ્સ, હેમર, રબર, એલ્યુમિનિયમ સીડી સહિતનાં સાધનોની જરૂર પડે છે.

સૈન્ય સાથે અનેક બાબતે રિસર્ચ ચાલે છે

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાએ કહ્યું કે, ઇન્ડિયન આર્મીની સાથે ઘણી બાબતો પર રિસર્ચ અને ઇનોવેશન ચાલે છે. ભારતીય સૈન્યે ગુજરાત યુનિવર્સિટીની આ પ્રોડક્ટને માન્યતા આપી છે. આ બાબત જે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે અત્યંત પ્રોત્સાહક બની રહી છે.

યુનિ.એ બનાવેલા શેલ્ટર હોમથી સંતોષ

આ શેલ્ટર અંગે આર્મીના મેજર જનરલ એ. કે. ચાનને કહ્યું કે, યુનિવર્સિટીએ જવાનો માટે બનાવેલા ખાસ ટેન્ટથી અમે સંતુષ્ટ છીએ. ભવિષ્યમાં પણ આ પ્રકારના સંશોધન યુનિવર્સિટી સાથે સંકલન કરીને વિકસાવવા માટે પ્રયોગ હાથ ધરાશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો