એપશહેર

60 વર્ષ જૂના ટેક્સટાઈલ બિઝનેસને કોરોનાનું ગ્રહણ, વેપારીએ શરૂ કર્યો ગૃહ ઉદ્યોગ

ટૂર એન્ડ ટ્રાવેલ્સવાળા ફૂડ બિઝનેસ તરફ વળનારા વેપારીઓમાં મોખરે છે. કોરોના કાળમાં બિઝનેસને વેગ આપવા નવતર પ્રયાસ.

Authored byNiyati Parikh | Edited byશિવાની જોષી | TNN 14 Dec 2020, 8:39 am
નિયતિ પરીખ, અમદાવાદ: એક ટેક્સટાઈલ બિઝનેસના ડાયરેક્ટર પુનિત તુલસીયાણે હાલમાં જ ગૃહ ઉદ્યોગ કમ ફરસાણની દુકાન શરૂ કરી છે. જેમાં તેઓ અથાણાં, મીઠાઈઓ અને દેશભરના સ્વાદિષ્ટ નમકીન વેચે છે. પુનિત તુલસીયાણનો ટેક્સટાઈલ બિઝનેસ 60 વર્ષ જૂનો છે અને આ બિઝનેસ સંભાળનારી ચોથી પેઢી છે.
I am Gujarat farsan business


પુનિતે શરૂ કરેલા નવા બિઝનેસ વિશે વાત કરતાં કહ્યું, "લોકડાઉન બાદ પેકેજ ફૂડનો બિઝનેસ ખૂબ વધી રહ્યો છે. અમે અન્ય એક બ્રાન્ડ સાથે ભાગીદારી કરી છે. 110 પ્રોડક્ટ લાઈન ધરાવતી બ્રાન્ડને રોયલ્ટી પાર્ટનર બનાવી છે. અથાણાંથી માંડીને દેશભરમાં વેચાતા વિવિધ ફરસાણ અને નમકીન વેચીએ છીએ."

કોવિડ-19 મહામારી બાદ મોટાભાગના ઉદ્યાગ-ધંધાઓ મંદ પડી ગયા છે ત્યારે ગુજરાતી નાસ્તાની દુકાનો ઘરમાં બંધ લોકો સુધી સ્વાદિષ્ટ નાસ્તાઓ પહોંચાડીને તેમની ભૂખ સંતૃપ્ત કરી રહી છે. હકીકતે ઘણાં ગુજરાતી વેપારીઓએ તેમના વેપારમાં વૈવિધ્ય લાવવા ફૂડ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની ફૂડ કમિટીના અંદાજ પ્રમાણે, છેલ્લા પાંચ મહિનામાં અમદાવાદમાંથી ઓછામાં ઓછા 60 વેપારીઓ ફૂડ બિઝનેસ તરફ વળ્યા છે. જેમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર મોખરે છે. અજય મોદીએ વસ્ત્રાપુર સ્થિત પોતાની ઓફિસમાં ગૃહ ઉદ્યોગ શરૂ કર્યા બાદ વધુ એક ટ્રાવેલ બિઝનેસમેન મહેશ ડુડકિયા ફૂડ પ્રોડક્ટ અને મસાલાના ડિસ્ટ્રીબ્યૂટર બન્યા છે.

મહેશ ડુડકિયાએ કહ્યું, "અમારો આખો પરિવાર ટ્રાવેલ અને ટૂરિઝમ બિઝનેસ સાથે સંકળાયેલો છે જેને કોવિડ-19 મહામારીના કારણે સૌથી વધુ માર સહન કરવો પડ્યો છે. જૂન મહિનામાં અમે અનુભવ્યું કે, રેવન્યૂ અને ડિસ્ટ્રીબ્યૂટરશિપ મેળવવાના નવા સાધનોની જરૂર છે. અમે શરૂ કર્યું અને સારો પ્રતિસાદ મળ્યો. જેનાથી અમારા ટ્રાવેલ બિઝનેસને પણ મદદ મળી છે."

ઘણા વેપારીઓએ આવક રળવા માટે રેસ્ટોરાં બિઝનેસમાં ઝંપલાવ્યું પરંતુ અહીં કપરાં ચઢાણ ચડવા પડ્યા. 25 વર્ષ જૂના ટૂરિઝમ બિઝનેસના માલિક અલ્પેશ પટેલે કહ્યું, "અમે ઓગસ્ટમાં પિઝેરિયાને ટેક ઓવર કર્યું અને ધંધો સારો પણ ચાલ્યો. દિવાળી સુધી અમે ઘણો નફો કમાતા હતા પરંતુ નાઈટ કર્ફ્યૂને કારણે બિઝનેસને અસર પડી."

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો