એપશહેર

ગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 1502 નવા કેસ અને રેકોર્ડબ્રેક 20 મોત, કુલ આંકડો 209870 થયો

રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 14970 થઈ, કુલ 1,90,821 દર્દીઓ કોરોના સંક્રમણથી સ્વસ્થ થયાં તો મૃત્યુઆંક પણ 3989

I am Gujarat 30 Nov 2020, 7:45 pm
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર વધતો જ જઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1502 નવા કેસ નોંધાયા છે તો 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 20 મોત પણ નોંધાયા છે. આ સાથે જ 24 કલાકમાં 1401 દર્દીઓ સ્વસ્થ થતાં હવે રાજ્યમાં રિકવરી રેટ પણ 90.96 થયો છે તો કોરોના મહામારીમાં કુલ 190821 દર્દીઓ કોરોના સંક્રમણથી સ્વસ્થ થયાં છે.
I am Gujarat total 209870 coronavirus cases in gujarat till 30th november
ગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 1502 નવા કેસ અને રેકોર્ડબ્રેક 20 મોત, કુલ આંકડો 209870 થયો


કુલ એક્ટિવ કેસ અને મૃત્યુઆંક


24 કલાકમાં સ્વસ્થ થયા 1401 દર્દીઓ
24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ 65876 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ 78,25,615 થયો છે. રાજ્યમાં 1502 નવા દર્દીઓ સામે 1401 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ 1,90,821 એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે 1013.48 ટેસ્ટ થાય છે.

24 કલાકમાં રાજ્યમાં નોંધાયા 1502 કેસ
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,22,198 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 5,22,015 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને 183 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં કુલ 14970 એક્ટિવ કેસ છે. જેમાંથી 83 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 14887ની સ્થિતિ સ્ટેબલ છે.

3989 થયો મૃત્યુઆંક
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 20 મોત નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 13 મોત જ્યારે રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1, મહેસાણા અને મોરબીમાં 1-1, ગાંધીનગરમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 2 મોત નીપજ્યાં છે. જેથી હવે રાજ્યમાં પણ કુલ મૃત્યુઆંક 3989 થયો છે.

અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતની સ્થિતિ

Read Next Story