એપશહેર

ગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 685 કેસ, અઢી લાખ પાર થયો કુલ આંકડો

ગુજરાતમાં કુલ ટેસ્ટની સંખ્યા એક કરોડથી વધુ થઈ, 95%એ પહોંચ્યો રિકવરી રેટ

I am Gujarat 8 Jan 2021, 8:35 pm
અમદાવાદઃ અમેરિકામાં કોરોનાના કારણે 4000થી વધુ મોત થયા છે. જ્યારે ICMR હેઠળ ભારતમાં કાલ (7 જાન્યુઆરી) સુધી કોરોના વાયરસના કુલ 17,93,36,364 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 9,35,369 સેમ્પલ કાલે ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને વેક્સિન અંગે રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. જેમાં ડ્રાઈ રન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ 24 કલાકમાં કોરોનાના કુલ 685 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા પણ 8149 થઈ છે તો કુલ આંકડો 2,50,598એ પહોંચ્યો છે.
I am Gujarat total 8149 active corona case in gujarat till 8th december
ગુજરાતઃ 24 કલાકમાં કોરોનાના 685 કેસ, અઢી લાખ પાર થયો કુલ આંકડો


24 કલાકમાં વધુ 892 દર્દીઓ થયા સ્વસ્થ
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,90,756 વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. જે પૈકી 4,90,640 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને 116 વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે. 24 કલાકમાં વધુ 892 દર્દીઓ રજા આપવામાં આવી છે. જેથી રાજ્યમાં કુલ 2,38,114 વ્યક્તિઓ સંક્રમણને હરાવીને સ્વસ્થ થયાં છે.

કુલ એક્ટિવ કેસ અને મૃત્યુઆંક


કુલ ટેસ્ટની સંખ્યા એક કરોડ પાર
24 કલાકમાં રાજ્યમાં કુલ 49,952 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10053558 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે રાજ્યમાં કુલ 8149 એક્ટિવ કેસમાંથી 61 દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે 8088 સ્ટેબલ છે.

24 કલાકમાં વધુ 3 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને તાપીમાં 1 એમ કુલ 3 મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ 4335 એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિ દિવસે 768.49 ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે.

Read Next Story