એપશહેર

અમદાવાદના વાતાવરણમાં પલટો, પૂર્વ અને પશ્ચિમના અનેક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે. બદલાયેલા વાતાવરણ વચ્ચે અમદાવાદમાં રાત્રે વરસાદ શરૂ થયો હતો અને અમદાવાદના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટાની શરૂઆત પણ થઈ હતી. ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારી કમાણી થશે, પરંતુ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. કેરીનો પાક ઘટશે અને ભાવો ઊંચા જશે અને સાથે જ કેરી બજારમાં 15થી 20 દિવસ મોડી પહોંચશે.

Edited byનિલય ભાવસાર | I am Gujarat 20 Mar 2023, 12:03 am

હાઈલાઈટ્સ:

  • અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં હળવું ઝાપટું પડ્યું છે.
  • હજુ 2 દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે.
  • રાજ્યના વિવિધ વિસ્તારમાં માવઠાં થઈ રહ્યા છે.
હાઈલાઈટ ટેક્સ્ટ

અમદાવાદ:
રાજસ્થાનના દક્ષિણ વિસ્તારમાં સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન ઉત્તર ગુજરાત સરહદી વિસ્તાર સુધી પહોંચ્યું છે. જેની અસરથી રવિવારે રાત્રે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં હળવું ઝાપટું પડ્યું છે. હજુ 2 દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી છે. ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં માવઠાં થઈ રહ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ ગુજરાત સહિત દેશના 18 રાજ્યોમાં વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, યુપી, દિલ્હી, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ થાય છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કરા સાથે વરસાદ પડી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના વિવિધ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. કચ્છમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો. આ સાથે બનાસકાંઠા, હિંમતનગર અને ધાનેરામાં પણ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. અમદાવાદ સહિતના શહેરોમાં વાદળછાયા વાતાવરણ બાદ હળવો વરસાદ પડ્યો હતો. દેશભરમાં માર્ચ મહિનામાં કમોસમી વરસાદને કારણે ઘઉં, ચણા, બટાકા સહિતના પાકને નુકસાન થયું હતું. મોટી સંખ્યામાં ખેતરોમાં કાપીને તૈયાર રાખવામાં આવેલા પાક પર પાણી ફરી વળ્યા હતાં. માર્ચ મહિનો શરૂ થતાં રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એક સિસ્ટમ સક્રિય થતાં હજુ પણ 2 દિવસ કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ એક્ટિવ થતાં હજુ પણ કમોસમી વરસાદની સ્થિતિ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં 26 માર્ચથી 28 માર્ચ સુધી વરસાદી માહોલ રહેશે. સાંબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, મહિસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ અને બોટાદમાં કમોસમી વરસાદ પડી શકે છે.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story