એપશહેર

બે વાર POCSO હેઠળ અટકાયત થઈ ચૂકી છે અને પાછો સગીર પત્નીની કસ્ટડી મેળવવા હાઈકોર્ટ પહોંચ્યો વાડજનો યુવાન

ગુજરાત હાઈકોર્ટમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો હતો. અહીં એક યુવકે હેબિયસ કોર્પસ દાખલ કરીને પત્નીની કસ્ટડી મેળવવાની માંગ કરી હતી. કોર્ટ દ્વારા પોલીસ પાસેથી જાણકારી માંગી તો ખબર પડી કે તેની પત્ની હજી 18 વર્ષની નથી થઈ અને યુવકની બે વાર પોક્સો એક્ટ હેઠળ અટકાયત થઈ ચૂકી છે. કોર્ટે તેને પત્નીથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે.

Edited byZakiya Vaniya | TNN 1 May 2022, 8:32 am
અમદાવાદ- ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એક યુવકે અરજી દાખલ કરીને પોતાની પત્નીની કસ્ટડી મેળવવાની માંગ કરી હતી. પરંતુ જ્યારે જજોને ખબર પડી કે તેની પત્ની હજી સગીર છે અને અરજી કરનાર યુવકની પાછલા બે વર્ષમાં POCSO એક્ટ અંતર્ગત બે વાર અટકાયત થઈ ચૂકી છે તો તેમણે યુવકની અરજી ફગાવી હતી અને આકરી ટિપ્પણી પણ કરી હતી.
I am Gujarat gujarat high court
ફાઈલ ફોટો


અમદાવાદના સિંધુ ભવન રોડ પર ડ્રગ્સ સપ્લાય કરતા પેડલર ઝડપાયા, 1 ગ્રામની પડીકી બનાવી વેચતા
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતા 27 વર્ષીય હિતેષ ગોસ્વામીએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર કોર્પસ અરજી કરી અને પોતાની પત્નીની કસ્ટડીની માંગ કરી. આ અરજી પર કાર્યવાહી કરતા જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ મૌના ભટ્ટની પીઠે વાડજ પોલીસ પાસે કારણ માંગ્યું કે આખરે કેમ હિતેષ ગોસ્વામીની પત્નીને તેનાથી દૂર રાખવામાં આવી છે. જ્યારે પોલીસે આ કેસને લગતી માહિતી કોર્ટને પૂરી પાડી તો જજોએ અરજીકર્તાને આદેશ આપ્યો કે જ્યાં સુધી કોર્ટનો આદેશ ન મળે ત્યાં સુધી તે પત્નીનો સંપર્ક કરવાનો પ્રયત્ન નહીં કરે. આટલુ જ નહીં, કોર્ટે આદેશ આપ્યો કે જો યુવતીના માતા સ્થિતિને નિયંત્રણમાં ન રાખી શકતા હોય તો તેમને પોલીસ સુરક્ષા આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે વાડજ પોલીસ દ્વારા કોર્ટને જાણકારી આપવામાં આવી કે, અરજી કરનાર યુવક ભૂતકાળમાં બે વાર સગીરાને લાલચ આપીને લઈ ગયો હતો અને અત્યાર સુધી બે વાર તેની POCSO ( Protection of children from sexual offences) એક્ટ અંતર્ગત અટકાયત કરવામાં આવી છે. હિતેષ ગોસ્વામીએ પોતાની અરજીમાં આ રીતે ભાગી જવાની તેમજ પોક્સો ફરિયાદનો ઉલ્લેખ નહોતો કર્યો. જજોએ જણાવ્યું કે, અરજી કરનાર યુવકની એટલી હિંમત છે કે જેની હજી 18 વર્ષ ઉંમર નથી થઈ તે યુવતીની કસ્ટડી માંગવા પતિ તરીકે કોર્ટ સમક્ષ હાજર થયો છે. યુવક તેની છૂટનો દુરૂપયોગ કરી રહ્યો છે. પ્રાથમિક ધોરણે, આ કોર્ટની કાર્યવાહીનો દુરૂપયોગ છે.

મુંબઈની યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવકે 10 વર્ષ સુધી ભોગવી, સગાઈ નક્કી કરી લગ્નનો ઈનકાર કર્યો
હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે હિતેષ ગોસ્વામી વિરુદ્ધ ચાલી રહેલા કેસની અને તેના જામીનની શરતોની વિગતવાર જાણકારી માંગી છે. કોર્ટના રેકોર્ડ અનુસાર, ગોસ્વામી પહેલીવાર ઓગસ્ટ, 2020માં પાડોશમાં રહેતી એક તરુણી સાથે ભાગી ગયો હતો, જેની ઉંમર માત્ર 15 વર્ષ હતી. તેની ધરપકડ કરવામાં આવી હતી અને નવેમ્બર, 2020માં સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન ફગાવવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2021માં હાઈકોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવ્યા હતા પરંતુ શરત મૂકવામાં આવી હતી કે તે 3 મહિના સુધી અમદાવાદ શહેરમાં પ્રવેશ નહીં કરી શકે.

જામીન પરથી બહાર નીકળીને તે બીજી વાર યુવતી સાથે ભાગી ગયો હતો અને તેમણે સપ્ટેમ્બર, 2021માં શ્રી વૈદિક મેરેજ હોલમાં લગ્ન પણ કર્યા હતા. કાયદા અનુસાર લગ્નની નોંધણી પણ કરવામાં આવી હતી. ફરી એકવાર પોક્સો અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી હતી. 3 ફેબ્રુઆરીના રોજ મેરેજ સર્ટિફિકેટ અને યુવતીના જન્મના દાખલાના આધારે ટ્રાયલ કોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવ્યા હતા. જન્મના દાખલાથી સાબિત થતુ હતું કે તેણીની ઉંમર લગ્નલાયક છે. પરંતુ પોલીસે જણાવ્યું કે, સ્કૂલ લિવિંગ સર્ટિ અનુસાર તેની ઉંમર માત્ર 17 વર્ષ હતી. હવે આ કેસની આગળની સુનાવણી સોમવારના રોજ કરવામાં આવશે.

Read Next Story