એપશહેર

રાજકોટમાં 10 ઈંચ વરસાદ, 2 નદીઓ બની ગાંડી તૂર, NDRFની ટીમો તૈનાત

Tejas Jinger | I am Gujarat 30 Jul 2019, 8:40 am
અમદાવાદઃ બનાસકાંઠામાં તોફાની નવ ઈંચ વરસાદ થયા બાદ આ તરફ રાજકોટ અને વલસાડમાં તોફાની વરસાદ થયો છે. રાજકોટમાં 10 ઈંચ કરતા વધારે વરસાદ થયો હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં કહેવાઈ રહ્યું છે. રાજકોટ અને વલસાડમાં સોમવારે થયેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ બે જિલ્લામાં થયેલા તોફાની વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. નવસારીનું ધ્રોલ આ ચોમાસામાં લગભગ બીજી વખત સંપર્ક વિહોણું બન્યું છે આ અગાઉ પણ ભારે વરસાદના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. સારા વરસાદના કારણે નદીઓમાં પણ ઘોડા પૂર આવ્યું છે અને લોકોને નદી કાંઠાથી દૂર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ અને ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ઓલપાડ, ચીખલી, નવસારીમાં તોફાની વરસાદ થયો છે. જેના કારણે ચીખલીમાં કાવેરી નદી ગાંડી તૂર બની છે, જ્યારે ધ્રોલ ગામ સંપર્ક વિહોણું બન્યાના અહેવાલ છે. આ સાથે નવસારીની અંબિકા નદી બે કાંઠે વહી રહી છે, નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોઈને લોકોને સાચવેતીના પગલા ભરવા માટે અને નદીના વહેણથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં ધીમી ધારે સતત વરસાદ થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી તેમાં આંશિક રાહત મળી છે. અમદાવાદમાં પાછલા 2 દિવસથી ઠેક-ઠેકાણે વરસાદ થઈ રહ્યો છે, દિવસ દરમિયાન સમયાંતરે વરસાદ થતો હોવાથી વાતાવરણ પણ ઠંડુ થયું છે. આજે રીતે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં પણ સતત ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ અઠવાડિયામાં સામાન્યથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને જોઈને તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. નોંધનીય છે કે, વર્ષ 2017માં બનાસકાંઠામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, પૂરના કારણે ઘણાં ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ત્યારે આ વખતે સ્થિતિને ધ્યાનમાં રાખીને અગાઉથી જ રાજ્ય સરકાર દ્વારા ખાસ પગલા ભરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ ઉત્તર ગુજરાતના પાટણ, અરવલ્લી, થરાદ, સૌરાષ્ટ્રના રાજકોટ, ઉપલેટા, ગીર સોમનાથ અને આ તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ઓલપાડમાં NDRFની એક-એક ટીમને તૈનાત કરવામાં આવી છે. આ સિવાય ગાંધીનગરમાં લગભગ 4 જેટલી ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ ટીમોને તૈનાત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ NDRFની ટીમો સાથે કલેક્ટરે પણ ચર્ચા વિચાર્ણા કરીને સ્થિતિનો તાગ મેળવીને ખાસ સૂચનો કર્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો