એપશહેર

Maha Cyclone: અમદાવાદમાં પણ વાતાવરણ પલ્ટાયું, વરસાદ પડવાની શક્યતા

નવરંગ સેન | I am Gujarat 2 Nov 2019, 12:28 pm

શહેરના રાણીપ વિસ્તારમાં પડ્યો વરસાદ

અમદાવાદ: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ વાતાવરણ પલ્ટાયું છે. મહા વાવાઝોડાંની અસરને કારણે અમદાવાદ શહેર પર વાદળો છવાયા છે અને હવામાન ખાતાની આગાહી અનુસાર શહેરમાં વરસાદ પણ પડી શકે છે. સ્કાયમેટની આગાહી અનુસાર અમદાવાદમાં આજે બપોરે વરસાદ પડી શકે છે. શહેરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, મહા વાવાઝોડાંને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા છે. ગુજરાતભરમાં આ વખતે ચોમાસાએ મોડી વિદાયનો રેકોર્ડ બનાવ્યો છે. દિવાળી પૂરી થઈ ગઈ હોવા છતાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહી.ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ભાઈબીજે રાત્રે અચાનક વરસાદ તૂટી પડ્યો હતો. શહેરની આસપાસના વિસ્તારોમાં પણ ચોમાસુ હોય તેમ રાત્રે ધોધમાર વરસાદ થયો હતો. મહા વાવાઝોડું ગુજરાત સુધી 6 નવેમ્બરે પહોંચે તેવી શક્યતા છે પરંતુ તેની અસર અત્યારથી જ દેખાઈ રહી છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story