એપશહેર

મારો પતિ 'ગે' છે પત્નીની ફરિયાદ, પણ હાઈકોર્ટ પતિને આપ્યા જામીન

પાલડીમાં રહેતા પતિ વિરુદ્ધ પત્નીએ ફરિયાદ નોંધાવી હતી કે મારો પતિ ગે છે. જોકે હાઈકોર્ટે પતિની આગોતરા જામીન મંજૂર કરી દીધા છે.

I am Gujarat 15 Aug 2021, 2:58 pm

હાઈલાઈટ્સ:

  • પતિ ગે હોવા છતાં માતા પિતના દબાણમાં લગ્ન કર્યા હતા, પત્નીએ આરોપ લગાવ્યો કે હજુ પણ હું કુંવારી

  • પત્નીના બીજી છોકરી સાથે પણ લફરાં હતા અને સાથે અનેક છોકરાઓ સાથે ગંદા સંબધો હતાં.

  • પત્નીએ પતિની જાસૂસી કરીને પકડ્યો અને પોલીસ ફરિયાદ નોંધાવી, જોકો હાઈકોર્ટે આગોતરા જામીન આપી દીધા.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat wife complaint about husband that he is gay but gujarat high court grant him bail
મારો પતિ 'ગે' છે પત્નીની ફરિયાદ, પણ હાઈકોર્ટ પતિને આપ્યા જામીન
અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં રહેતા પતિ વિરુદ્ધ તેની પત્નીએ ‘હોમોસેક્સ્યુઅલ’(સમલૈંગિક) હોવાના આક્ષેપ સાથેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેનો કેસ હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. જેમાં 29 વર્ષીય પતિએ ધરકપડથી બચવા હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પોલીસ ફરિયાદમાં નોંધાયેલી અનેક ચોંકાવનારી હકીકતો આ કેસમાં સામે આવી હતી. જેમાં પત્નીએ એવા આક્ષેપ કર્યા છે કે, ‘પોતે લગ્ન જીવનના સાત મહિના પતિ સાથે રહી હોવા છતાં તે આજ સુધી ‘વર્જિન’ છે. કેમ કે બેડરુમમાં તેનો પતિ ક્યારેય રસ દાખવતો નથી. પત્નીએ તપાસ કરતાં જણાયું હતું કે તેના પતિના અન્ય યુવતીઓ સાથે સંબંધો છે, એટલું જ નહીં તે ‘સમલૈંગિક’ પણ છે અને અનેક છોકરાંઓ સાથે શારીરિક સંબંધ ધરાવે છે.’ જોકે આ કેસમાં હાઇકોર્ટે હાલ પતિની આગોતરા જામીન માટેની અરજી મંજૂર રાખી છે.
દીકરીની સ્કૂલબેગ લેવા ગયા પિતા અને એક નાનકડી વાતથી કરોડપતિ બની ગયા
બનાવની વિગત મુજબ થોડા મહિના પહેલા પત્નીએ સુરેન્દ્રનગર મહિલા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર વિવાદ બાબતે ફરિયાદ નોંધાવી છે. જેમાં પતિ ઉપરાંત સાસુ-સસરા વિરૂદ્ધ પણ ઘરેલુ હિંસાના આરોપ લગાવવામાં આવ્યા છે. ફરિયાદી પત્ની અને આરોપી પતિના ફેબ્રુઆરી 2019માં લગ્ન થયા હતા. ત્યારબાદ 2021ની શરુઆતમાં પત્નીએ સુરેન્દ્રનગરમાં ફરિયાદ નોંધાવી હતી કે લગ્ન કર્યા હોવા છતાંય તેનો પતિ તેની સાથે શારીરિક સંબંધ રાખતો નહોતો. જે અંગે વધુ પૂછપરછ કરતાં તેને જાણવા મળ્યું હતું કે તેનો પતિ લગ્ન પહેલા બીજી યુવતી સાથે સંબંધમાં હતો અને મા-બાપના દબાણને વશ થઈને લગ્ન કરી લીધા હતા.
જે વાત તેણે સાસુ-સસરા સમક્ષ મૂકતા તેમણે તેને શારીરિક-માનસિક ત્રાસ અને દહેજની માંગ કરી સોનું અને કાર લાવવા ધમકાવી હતી. તેણે પતિની હરકતો અને મોબાઇલ ચેટ વગેરેથી એવું પણ જાણ્યું હતું કે તેના પતિને છોકરીઓ જ નહીં છોકરાંઓ સાથે પણ શારીરિક સંબંધ છે અને તે ‘હોમોસેક્સ્યુઅલ’ છે. આ મુદ્દે અનેક વિવાદ થયા બાદ તેના પિતા સાસરિયે આવ્યા હતા અને તેને પોતાની સાથે લઇ ગયા હતા. જ્યાં એકવાર તેના પતિના પિતા આવ્યા હતા અને ખુદ તેમણે એ‌વી કબૂલાત કરી હતી કે તેમના દીકરો હોમોસેક્સ્યુઅલ છે. જેથી તે અને તેના પિતા ચોંકી ગયા હતા અને તેમને જાણ થઇ હતી કે આરોપીઓએ એમના સમલૈંગિક પુત્ર સાથે તેના બદઇરાદાપૂર્વક લગ્ન કરાવીને તેનું જીવન બરબાદ કર્યું છે. તેથી અંતે તેણે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
સૌરાષ્ટ્રના એક MLAની પુત્રીએ ઘરમાંથી 30 લાખની રોકડ ચોરી કર્યાની ચર્ચા
આ ફરિયાદમાં હવે ધરપકડથી બચવા પતિએ કરેલી જામીન અરજી નીચલી કોર્ટે ફગાવી દેતાં તેણે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેમાં પતિના વકીલે એવી રજૂઆત કરી હતી કે,‘સુરેન્દ્રનગર ખાતે ફરિયાદ નોંધાવ્યાની પહેલા ફરિયાદી પત્નીએ પાલડી પોલીસ સ્ટેશનમાં પણ અરજીઓ આપી હતી. દરમિયાન તેણે ડિવોર્સ પિટિશન પણ ફાઇલ કરી છે. જોકે પત્નીએ પતિના મોબાઇલમાં ખોટી રીતે ડેટા મેળવીને ગુનો કર્યો હોઇ પતિએ પણ પત્ની વિરૂદ્ધ આઇટી એક્ટ હેઠળની ફરિયાદ કરી છે. જેના વળતા જવાબરૂપે પત્નીએ વિવાદીત ફરિયાદ નોંધાવી છે. અલબત્ત, ફરિયાદી અને તેના માતા-પિતા અમદાવાદમાં રહેતા હોવા છતાંય સુરેન્દ્રનગર મહિલા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી છે. જે હકૂમત ક્ષેત્રનો પ્રશ્ન પણ ઉપસ્થિત કરે છે. અલબત્ત, આ કેસના તથ્યોને ધ્યાનમાં લઇએ તો પણ અરજદાર પતિની કસ્ટોડિયલ તપાસની કોઇ જરૂર જણાતી નથી.’
રાજકોટમાં મિત્રની 16 વર્ષની દીકરીને પટાવીને પોતાની સાથે લઈ ગયો હતો, આધેડ પકડાયો
અહીં નોંધવું રહ્યું કે પત્નીએ પતિની જાણ બહાર પતિનો મોબાઈલ તપાસીને તેમાંથી જાણ્યું હતું કે પતિ બે વોટ્સએપ એકાઉન્ટ ધરાવે છે અને બીજા પરથી તે છોકરાઓ સાથે ગંદી, બીભત્સ વાતો કરે છે. તેમજ પતિ ગે પુરુષો માટેની ગ્રિન્ડર એપનો પણ ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું હતું. જેથી તેની સામે પુરાવા ભેગા કરવા પત્નીએ ‘ગ્રિન્ડર’ પર એકાઉન્ટ બનાવ્યું હતું અને ખુદ તેના જ પતિ સાથે છોકરો બનીને વાતો શરૂ કરી હતી. ત્યારબાદ તેને એક રાત્રે રિવરફ્રન્ટ પર મળવા બોલાવ્યો હતો. જ્યાં છોકરાના બદલે પત્નીને જોઇને પતિ ચોંકી ગયો હતો.

Read Next Story