એપશહેર

પતિ માંસાહારી, પત્ની શાકાહારી...વાસણ અલગ રાખવા બાબતે બબાલ થઈ તો વાત અભયમ સુધી પહોંચી

અભયમ હેલ્પલાઈન પર મૂળ હરિયાણાની એક યુવતીએ ફોન કરીને મદદની માંગ કરી હતી. આ યુવતીના લગ્ન બે વર્ષ પહેલા અમદાવાદના એક યુવક સાથે થયા હતા. યુવતીની ફરિયાદ હતી કે તેના પર સાસરિયાઓ દ્વારા ત્રાસ ગુજારવામાં આવે છે. આ સિવાય તેને પોતાના જીવનું પણ જોખમ લાગતું હોવાને કારણે તે ઘરમાં જવાથી ઈનકાર કરી દીધો હતો.

Edited byZakiya Vaniya | I am Gujarat 23 Nov 2022, 8:07 am
અમદાવાદ- મહિલાઓની સુરક્ષા માટે શરુ કરવામાં આવેલી હેલ્પલાઈન અભયમ પર તાજેતરમાં એક યુવતીએ ફોન કરીને મદદની માંગ કરી હતી. આ યુવતી મૂળ હરિયાણાની છે પરંતુ તેના લગ્ન અમદાવાદના એક યુવક સાથે થયા હતા. યુવતીએ ફોન પર સાસરિયાઓ દ્વારા આપવામાં આવતા ત્રાસની ફરિયાદ કરી હતી. યુવતીની ફરિયાદ હતી કે તે શાકાહારી છે પણ તેનો પતિ બહારથી નોનવેજ લાવતો હતો. આ માટે તેણે ઘરના વાસણોમાં અલગથી નિશાન પણ કરી રાખ્યા હતા. પરંતુ ત્રાસ વધી ગયો તો તેણે મદદ માટે અભયમની ટીમને ફોન કર્યો. યુવતીએ જણાવ્યું કે, સાસરિયા મને મારી નાખશે, તમે મને બચાવો. અભયમની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને કાઉન્સિલિંગ પણ કર્યુ હતું.
I am Gujarat abhayam
પ્રતિકાત્મક તસવીર


ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં રહેતી એક યુવતીએ 181 નંબર પર ફોન કરીને મદદની માંગ કરી હતી. અભયમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વાતચીતમાં અભયમની ટીમને જાણવા મળ્યું કે, યુવતી મૂળ હરિયાણાની છે. બે વર્ષ પહેલા અમદાવાદના એક યુવક સાથે તેના લગ્ન થયા હતા. યુવતી પતિ અને સાસુ-સસરા સાથે રહેતી હતી. ફરિયાદ અનુસાર, અહીં તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

લગ્નના છ જ મહિનામાં યુવતી પિયર જતી રહી હતી અને પોતાના માતા-પિતા સાથે રહેતી હતી. વડીલોએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું અને તેને પાછી અમદાવાદ મોકલી હતી. યુવતીની ફરિયાદ છે કે જ્યારે તે અને તેનો પતિ બન્ને વર્ક ફ્રોમ હોમ કરતા હતા ત્યારે તે સાથે સાથે ઘરના તમામ કામ પણ કરતી હતી. ઉપરથી સાસુ નજીવી બાબતે માથાકૂટ કરીને હેરાન કરતા હોવાનો દાવો પણ કર્યો છે. ફરિયાદી યુવતીએ જણાવ્યું કે, હું શાકાહારી છું, પણ મારા પતિ બહારથી નોનવેજ લઈને આવતા હતા. માટે મેં જમવાના વાસણો પર નિશાની કરી રાખી હતી. પરંતુ તેમાં પણ સાસુ દ્વારા ટોણા મારવામાં આવતા હતા કે, ઘરના નિયમો અનુસાર ચાલવું પડશે તેમજ આ પ્રકારે વાસણ અલગ ના રાખી શકે.

યુવતીએ વધુમાં જણાવ્યું કે, બોલાચાલી થતા સસરા પર મારવા માટે હાવી થઈ ગયા હતા અને તેને સામાન બાંધીને નીકળી જવાની ધમકી પણ આપી હતી. અભયમની ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું પણ યુવતી તે ઘરમાં રહેવા તૈયાર નહોતી. આટલુ જ નહીં, તે કાયદાકીય કાર્યવાહી કરવા પણ રાજી નહોતી. અત્યારે ટીમે તેને અન્ય એક સગાને ત્યાં મોકલી છે.

Read Next Story