એપશહેર

અમદાવાદના વેજલપુરમાં ફ્લેટની સીડીમાં બાળકને તરછોડીને ભાગતી મહિલા પકડાઈ

પ્રેમી સાથેના સંબંધોથી મહિલાએ બાળકનો જન્મ આપ્યો હતો, પ્રેમી સુનિલ મહિલાને છોડીને અગાઉ જ ફરાર થઈ ગયો છે

I am Gujarat 14 Oct 2021, 4:12 pm

હાઈલાઈટ્સ:

  • અમદાવાદના વેજલપુરમાં 'સ્મિત' જેવી વધુ એક ઘટના બનતા લોકોએ અટકાવી
  • મહિલા ફ્લેટની સીડીમાં બાળકને મૂકીને છૂ થવાની ફિરાકમાં હતી અને પકડાઈ
  • સ્થાનિકોએ મિઝોરમની મહિલાને પકડીને વેજલપુર પોલીસના હવાલે કરી દીધી
  • પ્રેમી સાથેના સંબંધના કારણે મહિલાએ બાળકને જન્મ આપ્યો હોવાનું ખુલ્યું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat women caught by locals after she left child in vejalpur of ahmedabad
અમદાવાદના વેજલપુરમાં ફ્લેટની સીડીમાં બાળકને તરછોડીને ભાગતી મહિલા પકડાઈ
અમદાવાદઃ હજુ ગાંધીનગરમાં સ્મિતને તેના કથિત પિતા સચિન દીક્ષિત દ્વારા તરછોડાયાનો કેસ અને મહેંદી ઉર્ફે હિના પેથાણીની હત્યાના પડઘા શાંત પડ્યા નથી ત્યાં અમદાવાદના વેજલપુર વિસ્તારમાં વધુ એક બાળક ત્યજવાની ઘટના બની છે. તાજા જન્મેલા બાળકને ત્યજી દેવાની ઘટનામાં મહિલાને પકડી લેવામાં આવી છે.
વેજલપુરના શ્રીનંદનગરમાં બનેલી ઘટનામાં મહિલાને સ્થાનિક લોકોએ રંગેહાથ ઝડપી પાડી હોવાની વિગતો સામે આવી રહી છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરાયા બાદ મહિલા તથા બાળકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. વેજલપુર પોલીસે આ કેસમાં કાર્યવાહી હાથ ધરી દીધી છે.

દેવાંશ ભાટીયા કેસઃ ચા પીવાની લાયમાં ગાંધીનગરમાં 25 વર્ષના યુવકની ચારે હત્યા કરી
માત્ર બે દિવસના બાળકને ત્યજવાની કોશિશ કરીને ફરાર થવાની ફિરાકમાં હતી ત્યાં સ્થાનિકોનું ધ્યાન જતા મહિલાને પકડી પાડી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ મહિલા મૂળ મિઝોરમની હોવાનું જાણવા મળ્યું છે. બાળકને ત્યજવા માટે આવેલી મહિલા શ્રીનંદનગર-4માં બ્લોકમાં સીડી પાસે બાળકને મૂકીને ફરાર થવા જઈ રહી હતી. આ દરમિયાન મહિલા પકડાઈ ગઈ હતી.

વેજલપુર પોલીસે આ અંગે જણાવ્યું છે કે, શ્રીનંદનગર-4માં એક મહિલા સીડી ચઢી રહ્યા હતા ત્યારે એક અજાણી મહિલા સામી મળી હતી, આ પછી તેમનું ધ્યાન બાળક પર પડ્યું અને શંકા ગઈ કે જે અજાણી મહિલા હતી તે જ બાળકને છોડી ગઈ હોઈ શકે છે. આ પછી તેમણે એપાર્ટમેન્ટમાં બૂમો પાડતા એકઠા થઈ ગયેલા લોકોએ મહિલાને પકડી પાડી હતી. આ પછી લોકોએ પૂછપરછ કરતા મહિલાએ જ ફ્લેટમાં બાળક ત્યજી દીધું હોવાનું સ્વીકાર્યું હતું."


પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મહિલા તેના પ્રેમી સુનિલ સાથેના સંબંધના કારણે માતા બની હોવાનું જાણવા મળ્યું છે. પ્રેમી સુનિલ સાથેના સંબંધોના કારણે જન્મેલા બે દિવસના બાળકને મહિલા તરછોડવા માટે શ્રીનંદનગર-4માં આવી હતી. બાળકને તરછોડવા માટે આવેલી મહિલાનો પ્રેમી પાછલા 4-5 મહિનાથી તેને છોડીને જતો રહ્યો હોવાનું પણ પૂછપરછમાં જાણવા મળ્યું છે. આ મહિલા મૂળ મિઝોરમની છે અને છેલ્લા 4-5 મહિનાથી તે ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા એક સ્પામાં નોકરી હતી હતી.

હવે આ મહિલાનો પ્રેમી કોણ હતો અને તે હાલ ક્યાં છે તેની તપાસ વેજલપુર પોલીસ દ્વારા કરવામાં આવશે. મહિલા તથા બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ બન્નેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો