એપશહેર

તૌકતે: ગીર જંગલમાં ઉખડી ગયેલા 30-40 લાખ વૃક્ષોનો નિકાલ થશે, 3-4 વર્ષ સુધી ચાલશે કામગીરી

1982માં આવેલા વાવાઝોડા કરતાં પણ વધુ નુકસાન તૌકતેના કારણે થયું છે. એ વખતે 28.1 લાખ વૃક્ષો જમીનદોસ્ત થયા હતા, આ વખતે અંદાજિત આંકડો 30-40 લાખનો છે.

Authored byMaulik Pathak | Edited byશિવાની જોષી | TNN 20 Jun 2021, 8:42 am

હાઈલાઈટ્સ:

  • ગીર જંગલમાં શરૂ થશે ધરાશાયી થયેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી.
  • આગામી 3-4 વર્ષ સુધી ચાલશે વૃક્ષો દૂર કરવાની કામગીરી.
  • આગામી નિર્દેશ બાદ નક્કી થશે આ વૃક્ષોનું શું કરવું.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat gir forest2
ગીર જંગલમાં ધરાશાયી થયેલા વૃક્ષો (તસવીરોનું સૌજન્ય- TOI)
અમદાવાદ: લાંબી ચર્ચા-વિચારણા પછી રાજ્યના વન વિભાગે ગીર અભયારણ્યમાં તૌકતે વાવાઝોડના કારણે ઉખડી ગયેલા અંદાજિત 30-40 લાખ વૃક્ષોનો નિકાલ કરવાની યોજના તૈયાર કરવાનું શરૂ કર્યું છે. આ પડી ગયેલા વૃક્ષોના કારણે ગીર અભ્યારણ્યમાં રહેલા એશિયાઈ સિંહ સહિતના વન્યજીવોના હરવાફરવામાં અવરોધ ઊભો થઈ રહ્યો છે.
ભારતમાં ગ્રીન ફંગસનો પહેલો કેસ, કોરોનાને હરાવ્યા પછી નવી બીમારી લાગુ પડી

એશિયાઈ સિંહોના રહેઠાણ કહેવાતા આ જંગલમાં જમીનદોસ્ત થયેલા વૃક્ષો દૂર કરવાની કામગીરી 1982માં થયેલા કાર્ય કરતાં મોટી હશે. તૌકતેના કારણે ઉખડી ગયેલા વૃક્ષો દૂર કરવાનું કામ આગામી 3-4 વર્ષ સુધી ચાલશે. ઉલ્લેખનીય છે કે, 1982માં વાવાઝોડું આવ્યું ત્યારે અંદાજિત 28.1 લાખ વૃક્ષો ઉખડી ગયા હતા.


"ગુજરાતમાં મે મહિનામાં ત્રાટકેલા વાવાઝોડના કારણે ઉખડી ગયેલા વૃક્ષો દૂર કરવાની યોજના અમે બનાવી છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે, ઉખડી ગયેલા વૃક્ષોનો આંકડો 30થી 40 લાખની વચ્ચે હોઈ શકે છે. આ વર્ષે થયેલું નુકસાન 1982 કરતાં વધારે છે. નુકસાનનો ચોક્કસ આંકડો જાણવા માટે અમે ઊંડાણપૂર્વકનો સર્વે હાથ ધરીશું અને આ વિસ્તારોમાં કેવી રીતે સફાઈ કરવી તેની યોજના તૈયાર કરીશું", તેમ મુખ્ય વન સંરક્ષક (જૂનાગઢ વાઈલ્ડ લાઈફ સર્કલ) દુષ્યંત વસાવડાએ જણાવ્યું.

આધાર કાર્ડમાં ફોટો પસંદ નથી, તો આ રીતે બદલી શકો છો ફોટો

દુષ્યંત વસાવડાના કહેવા અનુસાર, પડી ગયેલા વૃક્ષોને કાપીને અભયારણ્યની અંદર જ્યાં જરૂર હોય ત્યાં અને ઢગલો કરીને મૂકવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોની સાથે રાજ્ય અને રાષ્ટ્રીય વાઈલ્ડલાઈફ બોર્ડ તરફથી આ લાકડાઓનું આગળ શું કરવું તે અંગેનું જરૂરી ક્લિયરન્સ ના મળે ત્યાં સુધી જંગલમાં જ રાખવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો