એપશહેર

ગુજરાત નેશલન લૉ યુનિ.ના કેન્ટીનમાં સ્ટુડન્ટની પ્લેટમાંથી ઈયળ નીકળી

Yogesh Gajjar | I am Gujarat 15 Oct 2019, 8:15 am
અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં મોટી-મોટી રેસ્ટોરાં અને હોટલમાં મળતા ફૂડમાંથી જીવાત નીકળવાના ઘણા કિસ્સા આમે આવી ચૂક્યા છે. ફૂડમાંથી ક્યારેક વંદો તો ક્યારેક મકોડા મળ્યા બાદ વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી રહી છે. જેમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગથી બીમાર પડ્યાની ઘટનાના 20 દિવસ બાદ શનિવારે એક વિદ્યાર્થીની પ્લેટમાંથી ઈયળ મળી આવી હતી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસૂલવા છતાં તેમને આ પ્રકારનું ખરાબ અને બિનઆરોગ્યપ્રદ ફૂડ અપાતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. ઈન્સ્ટીટ્યૂટ તરફથી આ મામલે કેન્ટીન કોન્ટ્રાક્ટર વિરુદ્ધ હજુ સુધી કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. ગુજરાત નેશનલ લૉ યુનિ.ના BA-LLBના બીજા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, શનિવારે એક વિદ્યાર્થીની પ્લેટમાંથી ઈયળ મળી આવી, જેના ફોટો ગ્રુપ્સમાં શેર થયા હતા. આ ઘટનાના 20 દિવસ પહેલા જ કેટલાક વિદ્યાર્થીઓ કેન્ટીનનું ફૂડ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. ઉપરાંત ફૂડમાંથી પ્લાસ્ટિકના ટુકડા મળી આવવાની ઘટના સામાન્ય બની ગઈ છે. ફૂડની ક્વોલિટી દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. રસોડામાં વંદા પણ ફરતા જોવા મળતા હોય છે.

Read Next Story