નવગુજરાત સમય > અમદાવાદ
– પેરા મેડિકલમાં પ્રવેશ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓના ચોઇસ ફિલિંગ માટે આજે છેલ્લો દિવસ હતો. જો કે, અચાનક મેડિકલ પ્રવેશ સમિતિએ આગામી તા. ૨૩મીએ રાત્રે ૧૨ વાગ્યા સુધીની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરી દીધી છે. હવે વિદ્યાર્થીઓ વધુ બે દિવસ ચોઇસ ફિલિંગ કરી શકશે. કેટલાક વિદ્યાર્થીઓ ચોઇસ ફિલિંગ કરવાથી વંચિત રહ્યા હોવાના કારણે આ વધારો કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આવતીકાલે મેડિકલમાં પ્રવેશ અંગે કોર્ટમાં થયેલી રિટની વધુ સુનાવણી હોવાથી સમિતિ દ્વારા આ વધારો કરવામાં આવ્યો છે.
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેરા મેડિકલ માટે વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી. આજે એટલે કે તા.૨૧મીએ ચોઇસ ફિલિંગ માટેનો છેલ્લો દિવસ હતો. જેમાં ૧૮૧૪૧ વિદ્યાર્થીઓએ પોતાની ચોઇસ આપી દીધી છે. પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ચોઇસ ફિલિંગ માટેની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરવામાં આવી છે. સૂત્રો કહે છે આવતીકાલે મેડિકલની મેનેજમેન્ટ કવોટાની બેઠકો માટે હાઇકોર્ટમાં થયેલી રિટનો ચુકાદો આવે તેવી શકયતા છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં ઇબીસીના મુદ્દે થયેલી રિટની પણ સુનાવણી થાય તેવી શકયતા હોવાથી પ્રવેશ સમિતિ દ્વારા વધુ બે દિવસ ચોઇસ ફિલિંગ માટે આપવામાં આવ્યા છે. આ અંગે પેરા મેડિકલમાં પ્રવેશ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓના વાલીઓ કહે છે જો ચોઇસ ફિલિંગ માટે દિવસો વધારવાનો નિર્ણય કરાયો છે તો પછી વિદ્યાર્થીઓને મોકરાઉન્ડ માટેનો સમય કેમ અપાયો નથી. મેડિકલ-ડેન્ટલ માટે વિદ્યાર્થીઓને બે મોકરાઉન્ડ આપવામાં આવ્યા હતા. પેરા મેડિકલમાં પહેલી વખત ઓનલાઇન ચોઇસ ફિલિંગ દાખલ કરવામાં આવી હોવા છતાં એકપણ મોકરાઉન્ડ આપવામાં આવ્યો નથી. છેલ્લી ઘડીએ વિદ્યાર્થીઓના હિતના નામે ચોઇસ ફિલિંગ માટે બે દિવસ વધારવામાં આવ્યા છે. પરંતુ પ્રવેશ સમિતિના સભ્યો ખરેખર વિદ્યાર્થીઓનું હિત નહીં પરંતુ પોતાનું અને સરકારનું હિત જોઇ રહી હોવાના આક્ષેપો પણ વાલીઓ દ્વારા કરવામાં અવ્યા છે. હાલમાં જે વિદ્યાર્થીઓએ ચોઇસ ફિલિંગ કરવાની હતી તે કરી નાંખી છે. પ્રવેશ સમિતિ દ્વારા ચોઇસ ફિલિંગ માટેની મુદત વધારવાની સાથે જે વિદ્યાર્થીઓએ પહેલા રાઉન્ડમાં પ્રવેશ લીધો હોય તે રદ કરાવવો હોય તો તે તા.૨૩મી સાંજે ૪ વાગ્યા સુધી કરાવી શકે તેવી પણ સૂચના આપવામાં
આવી છે.