એપશહેર

જુનાગઢ: કેશોદમાં લગ્ન બાદ વરરાજાનો આપઘાત, વીજપોલ પાસેથી મળ્યો મૃતદેહ

અશ્વિન મોહન કામળીયા નામના યુવાનના રાતે સમુહ લગ્ન થયા હતા અને વહેલી સવારે 4 વાગ્યે જાન પરત આવી હતી. પરંતુ કોઈ કારણોસર અશ્વિન કોઈને કહ્યા વિના ઘરેથી નીકલી ગયો હતો. પરત ઘરે ન ફરતા પરિવાર દ્વારા અશ્વિનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અશ્વિન એક વીજપોલ પાસે આપઘાત કરેલી હાલતમાં લાશ મળી આવી હતી.

Edited byદીપક ભાટી | Agencies 25 Apr 2022, 3:09 pm
જુનાગઢ: જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં લગ્ન કરીને આવેલા વરરાજાએ આપઘાત કર્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મેસવાણ ગામમાં એક યુવકના ગતરાતે લગ્ન થયા હતા અને વહેલી સવારે 4 વાગ્યે જાન આવી હતી. પરંતુ વરરાજો સવારે ઘરેથી નીકળી ગયો હતો અને સાંજે તેની સીમમાં વીજપોલ પાસેથી આપઘાત કરેલી હાલતમાં લાશ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તપાસ કરતા યુવકના શરીર પર વીજશોકના નિશાન પણ મળી આવ્યા હતા.
I am Gujarat Junagadh Groom Suicide
પ્રતિકાત્મક તસવીર


પ્રાપ્ત અહેવાલો અનુસાર મેસવાણ ગામમાં રહેતા અશ્વિન મોહન કામળીયા નામના યુવાનના રાતે સમુહ લગ્ન થયા હતા અને વહેલી સવારે 4 વાગ્યે જાન પરત આવી હતી. પરંતુ કોઈ કારણોસર અશ્વિન કોઈને કહ્યા વિના ઘરેથી નીકલી ગયો હતો. પરત ઘરે ન ફરતા પરિવાર દ્વારા અશ્વિનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અશ્વિન એક વીજપોલ પાસે આપઘાત કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં કેશોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

મોરબી, પોરબંદર, કુતિયાણામાં આપઘાતની ઘટના
મોરબી તાલુકાના અમરનગર ગામના પાટિયા નજીક કારખાનાના રૂમમાંથી એક યુવકની આપઘાત કરેલી હાલતમાં લાશ મળી હતી. આ ઉપરાંત પોરબંદર અને કુતિયાણામાં પણ બે યુવાનોએ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે મોરબીના અમરનગર ગામ નજીકના કોજી સીરામિકાં રહીને મજૂરી કરતા હર્ષદ સોડમીયા નામના યુવાનો અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો.

આ ઉપરાંત પોરબંદરના છાયામાં આવેલા જૂના વણકરવાસમાં રહેતા ગેલા શીંગરખીયાએ આંબેડકર ભનવ પાછળ ખાડી કાંઠે આપઘાત કરવાનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જ્યારે કુતિયાણાના યુવરાજ વદરે પણ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ આપઘાત કરી લેવાની ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story