એપશહેર

ચોરોનું સુરસુરિયું, 18 મણની તિજોરી ઉપાડીને લઈ ગયા પણ કશું હાથમાં ના આવ્યું

ચોરોએ તિજોરી તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને મહેનત માથે પડી, પોલીસે શરુ કરી તપાસ

I am Gujarat 11 Aug 2021, 4:52 pm

હાઈલાઈટ્સ:

  • અમરેલી જિલ્લાના લાઠીમાં ગૌ શાળામાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ
  • તસ્કરોની કરતૂત ગૌ શાળામાં મૂકેલા સીસીટીવી કેમરામાં કેદ થઈ ગઈ છે
  • પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat the thieves took away the safe but not found anything in lathi of amreli
ચોરોનું સુરસુરિયું, 18 મણની તિજોરી ઉપાડીને લઈ ગયા પણ કશું હાથમાં ના આવ્યું
અમરેલી: લાઠીમાં આવેલી મહાદેવ ગૌ શાળામાં ચોરીના નિષ્ફળ પ્રયાસની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર જેટલા તસ્કરોએ ગૌ શાળામાંથી 18 મણની તિજોરી ઉઠાવી 50 મીટર સુધી ઉચકી ગયા હતા જો કે તિજોરી ખાલી હોવાથી તસ્કરોને ખાલી હાથે પાછું જવાનો વારો આવ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, આ બનાવ અંગે ગૌ શાળાના સંચાલકો દ્વારા લાઠી પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

9 તારીખના મોડી રાત્રે 2 વાગ્યે બની ઘટના

આ ઘટના 9 તારીખની મોડી રાત્રીના બે વાગ્યે મહાદેવ ગૌ શાળામાં ચોર ત્રાટક્યા હતા, ઓફિસમાં ઘૂસેલાા ચોરોએ રૂમમાં કિમતી વસ્તુઓની શોધમાં રૂમમાં પડેલો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. આ પછી તસ્કરોએ કબાટનું તાળું તોડ્યું હતું, જોકે, તેમાંથી તેમને કશું મળ્યું નહોતું. આ પછી તસ્કરો કિમતી વસ્તુ મૂકવાની નાની તિજોરી ત્યાંથી ઉઠાવીને તેને બહાર લઈ ગયા હતા. તસ્કરો આ ખાનું તોડીને તેમાં રહેલો સામાન ચોરવા માગતા હતા પરંતુ તેમના ધાર્યા પ્રમાણે થયું નહીં.

ધોરણ-6થી 8ના પ્રત્યક્ષ શિક્ષણ અંગે સરકાર હવે 15 ઓગસ્ટ પછી જ કોઈ નિર્ણય લેશે
સીસીટીવી ફૂટેજમાં તસ્કરો ગૌ શાળામાં ચોરીના પ્રયાસ માટે રાત્રે 2 વાગ્યે શોધખોળ કરતા દેખાય છે આ પછી તેમને કશું ના મળતા તેઓ તિજોરી ઉઠાવીને જતા દેખાય છે. આ પછી તસ્કરો ભેગા થઈને તિજોરીને 50 મીટર જેટલી દૂર લઈ ગયા હતા. ગૌ શાળામાંથી તિજોરી થોડા અંતરે લઈ ગયા પછી તેને તોડવામાં તસ્કરોને સફળતા મળી હતી, જોકે, તેમને તેમાંથી કશું મળ્યું નહોતું. આ પછીઓ તેઓ તિજોરીને એ જ હાલતમાં મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

'રાત્રે એકલી રહેતી મહિલાઓના ત્યાં જવાનું, ભરપૂર કમાણી થશે..' 100 જેટલા યુવાનો ફસાયા
તસ્કરોએ ગૌ શાળામાં કર્યું નુકસાન

ચોરીમાં નિષ્ફળ રહેલા તસ્કરોએ ગૌ શાળામાં રહેલી તિજોરી, સામાન લોકર સહિતની વસ્તુઓને નુકસાન પહોંચાડ્યું છે. તસ્કરોએ કુલ મળીને 26 હજારનું નુકસાન ગૌ શાળામાં કર્યું છે. આ સિવાય સીસીટીવી કેમેરાના વાઈફાઈ ડોંગલને પણ તોડીને નદીમાં ફેંકી દીધું હતું.

ગૌ શાળા સંચાલકોએ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના અંગે તપાસ શરુ કરી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો