એપશહેર

મોરબીની યુવતીને પ્રેમલગ્ન કરવાનું ભારે પડ્યું, 5 દિવસમાં જ થઈ ગયા છૂટાછેડા

મોરબીની 19 વર્ષીય યુવતીએ 181 મહિલા અભયમને કોલ કરીને મદદ માગતા ટીમ દોડી ગઈ હતી. સ્થળ પર પહોંચી કાઉન્સિલરે બંને પક્ષોના સભ્યોનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, એક મહિના પહેલા જ યુવતીએ મોરબીના જ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે, પાંચ દિવસમાં જ છુડાછેડા થઈ ગયા હતા.

Edited byદીપક ભાટી | I am Gujarat 26 Apr 2022, 5:06 pm
મોરબી: પ્રેમલગ્ન કરનારી મોરબીની યુવતીના પાંચ જ દિવસમાં છુટાછેડા થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિએ તરછોડી દીધા બાદ માવતર પણ સાચવવા તૈયાર ન થતાં યુવતી ભારે મુશ્કેલીમાં મુકાઈ હતી. જેથી તેણીએ 181 મહિલા અભયમને ફોન કરીને મદદ માંગી હતી. જથી ટીમે ઘટનાસ્થળે પહોંચીને માવતરને સમજાવટ કરતા સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો.
I am Gujarat Morbi News
પ્રતિકાત્મક તસવીર


પ્રાપ્ત અહેવાલો અનુસાર મોરબીની 19 વર્ષીય યુવતીએ 181 મહિલા અભયમને કોલ કરીને મદદ માગતા ટીમ દોડી ગઈ હતી. સ્થળ પર પહોંચી કાઉન્સિલરે બંને પક્ષોના સભ્યોનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, એક મહિના પહેલા જ યુવતીએ મોરબીના જ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે, પાંચ દિવસમાં જ છુડાછેડા થઈ ગયા હતા. પરંતુ યુવતી આ વાત માનવા તૈયાર ન હતી અને પતિની સાથે જ રહેવા માંગતી હતી.

જો કે, પતિ સ્વીકારવા તૈયાર નહોતો. કારણ કે અગાઉથી જ તેના છુટાછેડા થઈ ગયા હતા. પતિએ તરછોડી દેતા યુવતી પોતાના માવતરે પહોંચી હતી. પરંતુ દીકરીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી માવતર પણ ના સ્વીકારી. આખરે કંટાળેલી યુવતીએ અભયમની મદદ માંગી હતી.

આ દરમિયાન પૂર્વ પતિએ જણાવ્યા અનુસાર છુટાછેડા થઈ ગયા છે પણ જો યુવતીના પરિવારજનો રાજીખુશીથી લગ્ન કરી આપે તો જ યુવતીને સ્વીકારશે. હાલ પોલીસની સમજાવટથી માવતરે યુવતીને સ્વીકાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મહેસાણા 84 કડવા પાટીદાર સમાજે કારોબારી સમાજમાં એવો નિર્ણય કર્યો છે કે, પ્રેમલગ્ન કરનારી દીકરીઓ માટે કાયદો બનાવવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. જેમાં લગ્નની નોંધણી સમયે માતા-પિતાની સહીં ફરજિયાત કરવામાં આવે. જો આવું ન થાય તો દીકરીને માતા-પિતાની મિલ્કતમાંથી બાકાત કરવામાં આવશે તેવી ચર્ચા પણ ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં આ અંગે સરકાર પાસેથી બંધારણમાં સુધારો કરવાની માંગ પણ કડવા પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story