એપશહેર

તલોદમાં 4 દિવસ માટે બજારો સ્વયંભૂ બંધ રહેશે, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે ત્યાંના વેપારીઓએ આ નિર્ણય લીધો છે. તલોદમાં 4 દિવસ માટે બજારો સ્વયંભૂ બંધ રહેશે.

I am Gujarat 26 Nov 2020, 6:33 pm
તલોદ, સાબરકાંઠા: ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું તલોદ શહેર આજથી ચાર દિવસ માટે બંધ રહેશે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે ત્યાંના વેપારીઓએ આ નિર્ણય લીધો છે. આજથી 4 દિવસ માટે તલોદ સ્વયંભૂ બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તલોદના વેપારી એસોસિએશન અને પાલિકાની બેઠકમાં વેપારીઓએ સ્વંયભૂ સજ્જડ બંધ પાળવાનો નિર્ણય કર્યો હતો. તારીખ 26 નવેમ્બર, ગુરુવારથી તારીખ 29 નવેમ્બર, રવિવાર સુધી સતત ચાર દિવસ તલોદ શહેર સજ્જડ બંધ રહેશે. તલોદમાં 4 દિવસ માટે બજારો સ્વયંભૂ બંધ રહેશે.
I am Gujarat q8


આ સાથે જ ઉત્તર ગુજરાતમાં પ્રાંતિજ, ,ઈડર અને હિંમતનગરમાં ગુરુવારથી 15 દિવસ માટે સાંજે 4 વાગ્યા પછી બજાર બંધ રાખવાનો વેપારી એસોસિએશન દ્વારા પાલિકામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અહીં નોંધનીય છે કે બુધવારે હિંમતનગર પાલિકામાં વિવિધ એસોસિએશનના અગ્રણીઓએ સંક્રમણને અટકાવવા માટે ચર્ચા કરી હતી અને સંયુક્તરીતે તારીખ 26 નવેમ્બર, ગુરૂવારથી 10 ડિસેમ્બર સુધી સાંજે 4 કલાક પછી આવશ્યક સેવાઓ સિવાય બજાર બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને હવે કોરોના વાયરસનું સંક્રમણ વધે નહિ તે માટે બે દિવસ પહેલા વેપારી એસોસિએશન અને પાલિકા દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ એસોસિએસન અને વેપારીઓએ સમર્થન આપ્યું હતું અને હવે તલોદ ખાતે આજથી 4 દિવસ માટે બંધનું આયોજન કરવામાં આવ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો