એપશહેર

અરવલ્લીમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત ત્રણ લાંચ લેતા ઝડપાયા, ACBએ કરી અટકાયત

એન્ટી કરપ્શન બ્યુરોએ ગુરૂવારે લાંચ લેતા ત્રણ સરકારી કર્મચારીઓને ઝડપી પાડ્યા છે. એસીબી એ અરાવલી જિલ્લાના ધનસુરા ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર (વર્ગ-2) હિતેન્દ્ર ફુલેત્રા, વિરાંજલી નર્સરી નવલપુરના કાયમી રોજમદાર (વર્ગ-4) વિક્રમ દેસાઈ અને કાયમી રોજમદાર (વર્ગ-4) રમેશ પરમારની ધરપકડ કરી છે. એસીબી એ આ ત્રણેયને ધનસુરા તાલુકાના વડાગામ ખાતે ચિત્રકલા સ્ટુડિયોની આગળ ચાની કિટલી પાસે લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

Edited byચિંતન રામી | I am Gujarat 24 Mar 2022, 11:00 pm
એન્ટી કરપ્શન બ્યુરોએ ગુરૂવારે લાંચ લેતા ત્રણ સરકારી કર્મચારીઓને ઝડપી પાડ્યા છે. એસીબી એ અરાવલી જિલ્લાના ધનસુરા ખાતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર (વર્ગ-2) હિતેન્દ્ર ફુલેત્રા, વિરાંજલી નર્સરી નવલપુરના કાયમી રોજમદાર (વર્ગ-4) વિક્રમ દેસાઈ અને કાયમી રોજમદાર (વર્ગ-4) રમેશ પરમારની ધરપકડ કરી છે. એસીબી એ આ ત્રણેયને ધનસુરા તાલુકાના વડાગામ ખાતે ચિત્રકલા સ્ટુડિયોની આગળ ચાની કિટલી પાસે લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
I am Gujarat bribe2

ફરીયાદી પોતાની પત્નીના નામે નર્સરીમાં રોપાઓનું વાવેતર કરે છે. ફોરેસ્ટ વિભાગ તરફથી તેમના ખાતામાં પ્રથમ બે હપ્તાના 66,500 રૂપિયા જમા થયા હતા. આ બાબતે આ કામના આરોપી હિતેન્દ્ર ફુલેત્રાએ ફરીયાદીને બોલાવ્યા હતા અને તેને વિક્રમ દેસાઈ મારફતે 30,000 રૂપિયાની માંગણી કરી હતી. ફરીયાદીએ લાંચ આપવાની ના પાડી દીધી હતી.

બાદમાં ફરીયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને તેમની સમક્ષ પોતાની વાત રજૂ કરી હતી. તેમની ફરીયાદના આધારે એસીબીએ ગુરૂવારે લાંચની માંગણી કરનારા સરકારી કર્મચારીઓને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. જેમાં ત્રણેય જણા લાંચ 30,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. એસીબીએ ત્રણેયને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી લાંચના 30,000 રૂપિયા રિકવર કર્યા હતા. એસીબીએ ત્રણેયની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લેખક વિશે
ચિંતન રામી
ચિંતન રામી છેલ્લા 16 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેમણે કારકિર્દીની શરૂઆત દિવ્યભાસ્કર.કોમથી કરી હતી. ડિજિટલ મીડિયામાં કારકિર્દીની શરૂઆત કર્યા બાદ તેમણે પ્રિન્ટ મીડિયામાં સ્પોર્ટ્સ રિપોર્ટિંગ અને એડિટિંગ પણ કર્યું છે. તેઓ ડિજિટલ અને પ્રિન્ટ મીડિયાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. ત્યારબાદ તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી જ જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી હતી અને પત્રકારના ક્ષેત્રમાં જોડાયા છે. તેઓ દિવ્યભાસ્કર.કોમ અને નવગુજરાત સમય અખબારમાં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો