એપશહેર

પાલનપુર: શિક્ષકને કિડની વેચવા માટે મજબૂર કરવાના કેસ વધુ એકની ધરપકડ

પાલનપુરમાં 2 વ્યાજખોરોએ વ્યાજની વસૂલાત કરવા માટે એક શિક્ષકને કિડની વેચવા માટે મજબૂર કર્યો હતો. શિક્ષકે છેક શ્રીલંકામાં તેની કિડની રૂ. 15 લાખમાં વેચી હતી. બાદમાં બંને વ્યાજખોરોને પૈસા ચૂકવ્યા હતા. જોકે બાદમાં પણ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા શિક્ષકે પોલીસને ફરિયાદ કરી હતી. જેમાં પોલીસે આરોપીએ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.

TNN 18 Aug 2020, 12:19 pm
પાલનપુર: ખોડા ગામના આઘાતજનક કેસમાં પોલીસે વધુ એક મની લેન્ડરની ધરપકડ કરી છે જેમાં એક શિક્ષકને તેનું દેવું ચૂકવવા માટે પોતાની કિડની વેચવાની ફરજ પડી હતી. પોલીસે મની લેન્ડર હર્ષ ભાટીની ધરપકડ કર્યાના એક દિવસ બાદ સોમવારે થરાદ તાલુકાના મોરીલા ગામના વતની દેવા રબારી નામના અન્ય મની લેન્ડરની ધરપકડ કરવામાં આવી હતી.
I am Gujarat 6
થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી-ફાઈલ તસવીર


હર્ષ ભાટી અને દેવા રબારી બંને સામે ગુજરાત મની લેંડર્સ એક્ટ 2011ની વિવિધ કલમો હેઠળ ગુરુવારે 15 લાખ રૂપિયામાં કિડની વેચનારા શિક્ષક રામજી પુરોહિતને હેરાન કરવાના ગુના હેઠળ કેસ દાખલ કરાયો છે.

શિક્ષક રામજી પુરોહિતે હર્ષ ભાટી પાસેથી 3 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. એવી આશા સાથે કે તેમને સસ્તું વ્યાજ દર ચૂકવવું પડશે. પરંતુ ભાટીએ વધુ વ્યાજની માંગ શરૂ કરી દીધી હતી. વ્યાજની રકમ ચૂકવવા માટે પુરોહિત રબારી પાસે ગયો હતો જેમની પાસેથી તેણે વ્યાજ પર રૂ. 4 લાખ ઉધાર લીધા હતા.

વ્યાજનું દબાણ વધતા જ પુરોહિતે તેના સેલ ફોન પર કિડની ખરીદનારાઓની શોધ શરુ કરી દીધી હતી. તેની શોધ સમાપ્ત થઈ ત્યારે શ્રીલંકાના એક કિડની ખરીદનાર તેને તેની કિડની માટે 15 લાખ રૂપિયા આપવા સંમત થયા હતા, જે જાન્યુઆરી 2015માં વેચવામાં આવી હતી. તેણે દેવું ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોએ તેની પાસે પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. જેથી શિક્ષકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો