એપશહેર

ભાઈ સાથે શાકભાજી લેવા ગયેલી 16 વર્ષની છોકરીને રાજસ્થાની યુવક ભગાડી ગયો

ફરિયાદ અનુસાર સગીર વયની છોકરી તેના ભાઈ સાથે બાઈક પર આશ્રમ ખાતે શાકભાજી ખરીદવા ગઈ હતી પરંતુ ભાઈ એકલો જ ઘરે પરત ફરતા પરિવારે બહેન ક્યાં છે તેવી પૂછપરછ કરી હતી. ત્યારે ભાઈએ જણાવ્યું કે, બંને શાકભાજી લેતા હતા તે વખતે રાજસ્થાન ભામટી ગામનો લલિત બદસિંહ ખરાડી બહેનને લગ્ન કરવાની લાલચ આપી દબાણ કરી એક પેસેન્જર જીપમાં બેસાડી ભાગી ગયો.

Edited byદીપક ભાટી | Agencies 22 Mar 2022, 5:06 pm
હિંમતનગર: સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના એક ગામમાં ભાઈ સાથે બજારમાં શાકભાજી લેવા ગયેલી 16 વર્ષની છોકરીને યુવક ભગાડી ગયો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર યુવાન સગારીને રાજસ્થાનના ભામટી ગામનો યુવક લગ્નની લાલચ આપી પેસેન્જર જીપમાં બેસાડીને ભાગી જતાં પિતા વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
I am Gujarat man kidnapped girl in vijaynagar sabarkantha
વિજયનગર પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને શોધખોળ હાથ ધરી- ફાઈલ


દીકરીને ભગાડી જતા પિતાએ વિજયનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી
પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમની સગીર વયની દીકરી તેના ભાઈ સાથે બાઈક પર આશ્રમ ખાતે શાકભાજી ખરીદવા ગઈ હતી પરંતુ ભાઈ એકલો જ ઘરે પરત ફરતા પરિવારે બહેન ક્યાં છે તેવી પૂછપરછ કરી હતી. ત્યારે ભાઈએ જણાવ્યું કે, પાંચે વાગ્યે આશ્રમ બજારમાં બંને શાકભાજી લેતા હતા તે વખતે રાજસ્થાન ભામટી ગામનો લલિત બદસિંહ ખરાડી બહેનને લગ્ન કરવાની લાલચ આપી દબાણ કરી એક પેસેન્જર જીપમાં બેસાડી ભાગી ગયો હતો.

'તું કે તારો પરિવારે છોકરીને લેવા આવશો તો બધાને જાનથી મારી નાખીશ'
એટલું જ નહીં, ભાઈએ પરિવાર સામે એવો પણ ખુલાસો કર્યો કે, બહેનને ભગાડી જનારા યુવકે તું કે તારો પરિવાર છોકરીને લેવા આવશો તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ. સમગ્ર મામલે અપહરણ કરનારા લલીત સામે ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

પાટણમાં પણ બની હતી આવી જ ઘટનાગત અઠવાડિયે પાટણમાં એક યુવાને પોલીસ પર માર મારવાના ગંભીર આરોપ લગાવ્યા છે. મોટો ભાઈ યુવતીને ભગાડી જતાં પોલીસ નાના ભાઈને પૂછપરછના બહાને ઉઠાવી ગઈ હતી. અને બાદમાં પોલીસ સ્ટેશનમાં લઈ જઈ માર માર્યો હોવાનો આરોપ યુવકે લગાવ્યો છે. આ મામલે હાલ યુવક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. તો પાટણ એ ડિવિઝન પોલીસે એનસી ફરિયાદ નોંધી પીપળા ગેટ પોલીસ ચોકીના એક પોલીસ કર્મચારી સામે તપાસ હાથ ધરી હતી.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો