એપશહેર

કોરોના: અરવલ્લી જિલ્લાની મોડાસા સબજેલમાં 71 કેદીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો

ઉત્તર ગુજરાતના અરવલ્લી જીલ્લાના મોડાસાની સબજેલમાં એકસાથે 71 કેદીઓનો કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે.

I am Gujarat 3 Nov 2020, 4:48 pm
અરવલ્લી: ઉત્તર ગુજરાતના અરવલ્લી જીલ્લાના મોડાસાની સબજેલમાં એકસાથે 71 કેદીઓનો કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ મોડાસાની સબજેલમાં જેલ વહીવટી તંત્ર અને જિલ્લાની આરોગ્ય ટીમ દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રેપિડ ટેસ્ટમાં 71 જેટલા કેદીઓમાં કોરોનાના લક્ષણો જણાતા દોડધામ મચી ગઈ હતી.
I am Gujarat q3


આ રેપિડ ટેસ્ટમાં 71 કેદીઓ ઉપરાંત જેલના 2 કર્મચારીઓ પણ કોરોના વાયરસ સંક્રમિત મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ 25 દર્દીઓને સાર્વજનિક તેમજ 29 દર્દીઓને વાત્રકમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય બાકીના દર્દીઓને આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ઉત્તર ગુજરાતના અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે આવેલી સબજેલના 138 કેદીઓના આજે કોરોના રેપિડ ટેસ્ટ કરાયા હતા. જે પૈકી 71 કેદીઓનો કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. જેલ અધિકારીઓ અને જીલ્લા વહીવટીતંત્ર દ્વારા જેલના કેદીઓને વાત્રક અને મોડાસા કોવિડ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં અવ્યા છે.

મોડાસાની સબજેલમાં એકસાથે 71 કેદીઓનો કોરોના રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા જેલને સેનેટાઈઝ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જેલમાં એક કેદીને રવિવારે તાવ-શરદીની તકલીફ થયા બાદ તેનો ટેસ્ટ પોઝિટિવ આવતા જેલ અધિકારી અને આરોગ્ય વિભાગ દ્વારા જેલના તમામ કેદીઓના ટેસ્ટ કરાવવાનું નક્કી થયા બાદ કોરોના રેપિડ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવતા આ ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેના પગલે જીલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો