એપશહેર

બર્થ-ડે સેલિબ્રેશન બાદ ઘરે જતાં યુવકનું કાર અકસ્માતમાં મોત, જન્મદિવસ જ મૃત્યુ દિવસ બન્યો

Death on Birthday: ઉકાઈ ખાતે રહેતો અને ડિપ્લોમાનો કોર્સ કરતો આશાસ્પદ વિદ્યાર્થી જન્મદિવસે બે કારમાં સાથી મિત્રોને લઈ સોનગઢ ખાતે ઉજવણી કરી પરત થઈ રહ્યા હતા ત્યારે સોનગઢના ગુણસદામાં પાછળની મિત્રની કારે ટક્કર મારતા બર્થ-ડે બોયની કાર ઉછળીને રોડની સાઈડ પર વૃક્ષ સાથે અથડાતા યુવકનું મોત નીપજ્યું હતું. પિતાએ ટક્કર મારનાના યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે.

Edited byદીપક ભાટી | I am Gujarat 7 Mar 2022, 4:24 pm
તાપી: જન્મદિવસની ઉજવણી કરીને મિત્રો સાથે પરત ઘરે ફરી રહેલા યુવકનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે કારણે કે, જે દિવસે યુવકનું મોત થયું હતું તે દિવસે તેનો જન્મદિવસ પણ હતો. ઘટનાની વિગતો એવી છે કે, સોનગઢ ઉકાઈ રોડ પર આવેલા ગુણસદા ગામની સીમ માંથી પસાર થતી મિત્રોની બે કાર ભટકાતા જીઈબી કોલોની ઉકાઈ ખાતે રહેતો 19 વર્ષીય યુવકનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય ચારને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
I am Gujarat Tapi Road Accident
વૃક્ષ સાથે અથડાયા બાદ કારનો કચ્ચરઘાણ વળી ગયો


મીડિયા રિપોર્ટ અનુસાર ઉકાઈ જીઈબી કોલોની ખાતે રહેતાં મનહરભાઈ રાઠોડ થર્મલ પાવર સ્ટેશનમાં નોકરી કરે છે. તેમના દીકરા યશ કુમાર રાઠોડનો શનિવારે બર્થ ડે હોવાથી આઠ જેટલા મિત્રો બે કાર લઈ સોનગઢ તરફ બર્થ ડે સેલિબ્રેશન કરવા માટે મોડી સાંજે નીકળ્યા હતા. રવિવારની રાતે 1.30 કલાકના અરસામાં બર્થ ડે ઉજવી પરત ઉકાઈ જવા નીકળ્યા હતા. ત્યારે બંને એક કારની ટક્કરે યશની કાર રોડ સાઈડ પર આવેલા એક વૃક્ષ સાથે જોરદાર ભટકાઈ હતી. જેમાં બર્થડે બોય કાર ચાલક યશકુમાર રાઠોડનું ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે તેની કારમાં સવાર 4 મિત્ર નમન પાઠક, ચિરાગ પટેલ, એંજલ ગામીત અને પૃથ્વી ગામીતને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

યશ કુમાર મનહર ભાઈ રાઠોડને માથામાં અને બંને પગમાં ગંભીર ઇજા થઈ હતી, જેથી તેણે પ્રથમ સારવાર માટે સોનગઢ અને બા માં વ્યારા ખાતે લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મરણ જનાર યુવક ના પિતા મનહરભાઈ રાઠોડે અકસ્માત સર્જનાર કાર ચાલક એવાં દીપ કુમાર રાઠોડ સામે ઉકાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉકાઈ ખાતે રહેતા અને ડિપ્લોમામાં કોર્સ કરતા આશાસ્પદ યુવક યશ રાઠોડના અકસ્માતે મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. જન્મદિવસે જ મૃત્યુદિવસ બની જતાં આખા ગામમાં ભારે ગમગમી છવાઈ ગઈ હતી.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story