એપશહેર

રાધનપુરમાં કિંજલ દવેના કાર્યક્રમમાં કેટલાક યુવાનોએ ખુરશીઓ ઉછાળી, વિડીયો વાયરલ

Kinjal Dave News: રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત રાધનપુર ખાતે અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે લોકગાયિકા કિંજલ દવેના સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એકાએક કેટલાંક અસામાજીક તત્વોએ હોબાળો મચાવી ખુરશીઓ ઉછાળી હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Edited byદીપક ભાટી | Agencies 24 Apr 2022, 5:18 pm
પાટણ: રાધનપુર કાતે લોકગાયિકા કિંજલ દવેનો સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કિંજલ પર ચલણી નોટો વરસાદ તો થયો પરંતુ અહીં કેટલાક ચાહકો તો એવા ઝૂમી ઉઠ્યા કે પડાપડી કરવા લાગ્યા હતા. ખુરશીઓ ઉછાળતા કેટલીક તો તૂટી પણ ગઈ હતી. યુવાનોએ ખુરશીઓ ઉછાળતા અફરાતફરી પણ મચી ગઈ હતી. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
I am Gujarat Kinjal Dave
યુવાનોનો ખુરશીઓ ઉછાળતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ


રાધનપુર ખાતે યોજાયો હતો સંગીત કાર્યક્રમ
નોંધનીય છે કે, રાજ્ય સરકારના પ્રવાસન નિગમ દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત રાધનપુરની અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ કોલેજ ખાતે લોકગાયિકા કિંજલ દવેના સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એકાએક કેટલાંક અસામાજીક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. કિંજલ દવેનો ડાયરો સાંભળવા માટે આવેલા લોકોએ ધમાલ મચાવી હતી. ખુરશીઓ ઉછાળી હોવાનો વિડિયો પણ સામે આવ્યો છે.

કેટલાક યુવાનોએ ખુરશીઓ ઉછાળતા તૂટી ગઈ
મળતી માહિતી અનુસાર રાધનપુર કિંજલ દવેના ડાયરાનું આયોજન કરાયું હતું, કિંજલ દવેના ગીત ચાલુ થતાં કેટલાક અસામાજીક તત્વોએ રીતસરની કાર્યક્રમમાં પ્લાસ્ટિકની ખુરશીઓ ઉછાળી હતી અને કાર્યક્રમની મજા બગાડવાનો પ્રયાસ કર્યો હતો. આ લોકો કોણ હતા અને ક્યાંથી આવ્યા તે અંગે હજી કોઈ માહિતી મળી નથી. સમગ્ર મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ હજી કોઈ માહિતી સામે આવી નથી.

અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કિંજલ દવેના કાર્યક્રમમાં આ પ્રકારનો વિવાદ થઈ ચૂક્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમુક વર્ષો પહેલા માઉન્ટ આબુ પાસે એક સંગીત કાર્યક્રમ દરમિયાન કિંજલ દવે પર હુમલાના પ્રયાસની ઘટના સામે આવી હતી. જેને લઈને આબુરોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. એટલું જ નહીં, કોરોના દરમિયાન પણ સરઘસને લઈને કિંજલ દવે વિવાદમાં આવી હતી.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story