એપશહેર

ગીરગઢડા: થોરડીમાં નદી કાંઠે ઢોર ચરાવતા માલધારીને મગર તાણી ગઈ

સાંગાવાડી નદી કિનારે માલધારી પશુ ચરાવવા નીકળ્યો હતો ત્યારે બની ઘટના

I am Gujarat 27 Jan 2021, 7:13 pm
ગીર સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લામાં અવારનવાર દીપડો હુમલો કરતો હોવાની ઘટના તો બનતી જ હોય છે પરંતુ આ વખતે મગરે માલધારી પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે. જિલ્લાના ગીરગઢડા તાલુકાના થોરડી ગામે મગર માલધારીને નદીના ઉંડા પાણીમાં ખેંચી ગઈ હતી. થોરડી ગામે આવેલ સાંગાવાડી નદીના કાંઠે પશુ ચરાવતા માલધારીને મગર ઉંડા પાણીમાં તાણી ગઇ હતી. જેવી આ ઘટનાની જાણ થઈ કે આસપાસના રહેવાસીઓ નદી કાંઠે ઉમટી પડ્યા હતાં.
I am Gujarat a crocodile dragged a man on the river bank of thordi
ગીરગઢડા: થોરડીમાં નદી કાંઠે ઢોર ચરાવતા માલધારીને મગર તાણી ગઈ


નદી કિનારે પશુ ચરાવતો હતો માલધારી
પ્રાપ્ત વિગતો અનુસાર બપોરના સમયે સાંગાવાડી નદીના કિનારે માલધારી પોતાના પશુઓને ચરાવવા માટે નીકળો હતો. જ્યારે માલધારીનું ધ્યાન પશુઓ ચરાવવામાં હતું ત્યારે અચાનક જ મગરે તરાપ મારી હતી. માલધારી કશું સમજે એ પહેલા તો મગર તેને ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો. આ ઘટનાને લઈ નાના થોરડી ગામમાં અરેરાટી પ્રસરી હતી.

અચાનક જ મગરે મારી તરાપ
ગીરગઢડા તાલુકાના થોરડી ગામે બપોરના સમયે માલધારી ગોબરભાઇ ભગવાનભાઇ ગોહિલ પશુઓ ચરાવી રહ્યાં હતાં. જ્યાં અંદાજે સાડા બાર આસપાસ એકાએક નદીમાંથી મગર બહાર આવી હતી અને ગોબરભાઈ પર હુમલો કર્યો હતો. જ્યારે આ ઘટના બની તે સમયે નદી વિસ્તારમાં બેથી ત્રણ લોકો પણ હાજર હતાં.

દોડી આવ્યો વનવિભાગનો સ્ટાફ
સાંગાવાડી નદી કિનારે બનેલી આ ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. જેવી આ ઘટનાની જાણ થઈ કે તરત જ આસપાસના રહેવાસીઓ પણ નદી કિનારે દોડી આવ્યા હતાં. હાલ તો વન વિભાગનો સ્ટાફ મૃતદેહની શોધ કરી રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો