એપશહેર

રાજકોટ: બસવાળાએ એક્ટિવાચાલકને અડફેટે લીધો, કેમેરામાં કેદ થયો અકસ્માત

પડધરીના ભારત સર્કલ પર બની ઘટના, બસ ટર્ન લઈ રહી હતી ત્યારે બાજુમાંથી પસાર થઈ રહેલા ટુ વ્હીલરચાલકને ટક્કર મારી

I am Gujarat 12 Dec 2020, 12:15 pm
રાજકોટ: શહેરના પડધરીમાં આજે સવારે ટુ વ્હીલર અને બસ વચ્ચે થયેલો એક અકસ્માત કેમેરામાં કેદ થઈ ગયો છે. બસ જ્યારે ભારત સર્કલ પર ટર્ન લઈ રહી હતી ત્યારે ટુ વ્હીલરચાલક તેની બાજુમાંથી જ પસાર થઈ રહ્યો હતો, પરંતુ બસચાલકનું તેના પર ધ્યાન ના રહેતા તેણે ટર્ન લેતી વખતે સ્કુટરવાળાને અડફેટે લઈ લીધો હતો. સદ્દનસીબે આ અકસ્માત થયો ત્યારે બસની સ્પીડ ખૂબ જ ઓછી હોવાના કારણે ટુ વ્હીલરચાલકનો આબાદ બચાવ થયો હતો. બસની ટક્કરથી પડી ગયેલા સ્કુટરચાલકને બેઠો કરવા ફરજ પર હાજર જવાનો દોડી ગયા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો