એપશહેર

જુનાગઢ: ઈકો અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, કારમાંથી મળ્યું હીરા ભરેલું પેકેટ!

તાલાલાથી જુનાગઢ જઈ રહેલી ઈકો સામેથી આવતા ટ્રક સાથે અથડાતા ભુક્કો બોલાઈ ગયો, 108ના કર્મચારીએ કારમાંથી મળેલા હીરા ભરેલું પેકેટ પોલીસને સોંપ્યું

Agencies 22 Oct 2021, 4:21 pm
જુનાગઢ: ગુરુવારે જુનાગઢમાં ઈકો કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં 9 લોકોને ઈજાઓ થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ મેંદરડા સાસણ રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ઈકો કારના ભૂક્કા બોલાઈ ગયા હતા. તપાસ દરમિયાન કારમાંથી એક થેલો મળી આવ્યો હતો જેમાં ડાયમંડ ભરેલા પેકેટ હોવાનું સામે આવ્યું હતું.
I am Gujarat 12

છોકરા પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા ત્રણ શખસને કોર્ટે ફટકારી કડક સજા
કેવી રીતે થયો હતો અકસ્માત?
મીડિયા રિપોર્ટ મુજબ જૂનાગઢ જિલ્લામાં મેંદરડા સાસણ રોડ ઉપર ઈકો કાર તાલાલાથી જૂનાગઢ જઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવતી ટ્રક સાથે ટક્કર થઈ હતી. જેમાં કારમાં સવાર 9 લોકોને ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકોએ કોલ કરતા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે જુનાગઢની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
હરિયાણા: બહાદુરગઢમાં રોડ અકસ્માતમાં 9નાં મોત, કારના અનેક ટુકડા થયા
કારમાંથી હીરા ભરેલું પેકેટ મળી આવ્યું!અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં ચાર મહિલા અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ મુજબ અકસ્માત સમયે કારમાંથી બ્લેક કલરનો એક થેલો મળી આવ્યો હતો. જેમાં તપાસ કરતા તેમાં પેકેટમાં ડાયમંડ હોવાનું સામે આવ્યું હતું. તપાસ કર્યા બાદ 108ના કર્મચારીઓએ ડાયમંડ પેકેટ સહિત થેલો પોલીસને સોંપ્યો હતો. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, હીરા કેટલી કિંમતના હતા તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી.

Read Next Story