એપશહેર

કચ્છમાં દલિત વકીલની સરા જાહેર હત્યા કરનાર આરોપી મુંબઈથી ઝડપાયો

ચોક્કસ માહિતીના આધારે કચ્છ પોલીસે મુંબઈ એક ટીમ મોકલી હતી અને સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચની મદદથી આરોપી પકડાઈ ગયો. પૂછપરછ બાદ હત્યાનું ચોક્કસ કારણ સામે આવશે.

TNN 27 Sep 2020, 7:46 am
રાજકોટ: કચ્છ જિલ્લાના રાપર શહેરમાં દલિત વકીલની હત્યાના આરોપીને મુંબઈથી ઝડપી લેવાયો છે. શનિવારે ભરત રાવલ તરીકે ઓળખાતા હુમલો કરનાર ભરત જયંતિલાલ રાવળને કચ્છ પોલીસ અને મુંબઇ ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈથી પકડી પાડ્યો હતો. વકીલની હત્યા બદલ કુલ 6 લોકોની અટકાયત કરવામાં આવી છે. રાપરમાં શુક્રવારે મોડી સાંજે સરા જાહેર 50 વર્ષિય વકીલને એક સમાજના બે લડતા જૂથો સાથે સંપત્તિના વિવાદ સંબંધે કેસ હાથ ધરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે તેમની કચેરીમાં છરીથી ઘા મારીને હત્યા કરવામાં આવી હતી.
I am Gujarat 1
હત્યાનો મુખ્ય આરોપી ભરત જયંતિલાલ રાવળ મુંબઈથી ઝડપાયો


છેલ્લા બે દાયકાથી પ્રેક્ટિસિંગ વકીલ દેવજી મહેશ્વરીએ તેમની કાર ગ્રાઉન્ડ ફ્લોર ઓફિસની બહાર પર પાર્ક કરી હતી. જ્યારે મહેશ્વરી ઓફિસમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે એક શખ્સ તેમની પાછળ ગયો અને તેમના પર છરીથી ઉપરા છાપરી હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં બતાવે છે કે એક યુવક તેમની પાછળ ચાલે છે. હુમલા બાદ મહેશ્વરીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું થોડીવાર બાદ મોત નીપજ્યું હતું.

કચ્છ પૂર્વના SP મયુર પાટિલે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, 'અમને ચોક્કસ માહિતી હતી કે મહેશ્વરીની હત્યાના મામલે સીસીટીવી ફૂટેજમાં જોવામાં આવતો મુખ્ય આરોપી મુંબઈમાં કામ કરતા હોવાથી તે ત્યાં ભાગી ગયો હતો. અમે શુક્રવારે સાંજે એક ટીમને મુંબઈ મોકલી હતી અને સ્થાનિક ક્રાઇમ બ્રાંચની મદદથી તેને પકડી પાડ્યો હતો. રવિવાર સવાર સુધીમાં તેને અહીં લાવવામાં આવશે.'

પોલીસે જણાવ્યું કે રાવલ ખાસ હત્યા કરવા માટે જ રાપરમાં આવ્યો હતો. કચ્છ પોલીસે બનાવેલી 10 ટીમોએ જયસુખ લુહાર, ખીમજી લુહાર, ધવલ લુહાર, દેવુભા સોઢા અને મયુરસિંહ વાઘેલાને પણ પકડવામાં આવ્યા છે. મહેશ્વરીની પત્ની મીનાક્ષીબેને ફરિયાદમાં આ લોકોના નામ આપ્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિવાદ લુહાર કોમ્યુનિટી હોલના તેના પદાધિકારીઓ દ્વારા અન્ય કેટલાક સમુદાયને વેચવાના મામલે છે. જોકે સમુદાયનો એક જૂથ વેચાણની વિરુદ્ધ હતો. 10 દિવસ પહેલા બંને પક્ષોના સભ્યોએ હુમલો અને સંપત્તિમાં તોડફોડ કરવાના આરોપસર પણ ફરિયાદ નોંધાવી હતી. મહેશ્વરીએ મિલકત વેચવાનો વિરોધ કરનાર જૂથનો મામલો ઉઠાવ્ય હતો.

મહેશ્વરીની હત્યામાં ન્યાયની માંગ સાથે ભુજ-લખપત હાઈવે, ગાંધીધામ ટાઉન, માધાપર ગામ અને મુન્દ્રા સહિતના કચ્છ જિલ્લામાં અનેક રસ્તાઓ દલિત સમાજના સભ્યો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બોર્ડર રેન્જના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) જે.આર. મોથાલિયાએ જણાવ્યું હતું કે આરોપીઓની પૂછપરછ કરવામાં આવ્યા બાદ હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાશે.

વકીલ દેવજી મહેશ્વરી ઓલ ઈન્ડિયા પછાત અને લઘુમતી સમુદાય કર્મચારી ફેડરેશન (BAMCEF) અને ગુજરાત પ્રભારી ભારતીય રાષ્ટ્રીય કાનૂની વ્યવસાયિક સંગઠનનાં સભ્ય પણ હતાં, એમ એક નિવેદનમાં જાણવા મળ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો