એપશહેર

રાજકોટઃ પથ્થરથી 3 ભિક્ષુકોની હત્યા કરનારા 'સ્ટોન કિલર'ની પથ્થર મારીને જ હત્યા કરાઈ

2009માં 3 ભિક્ષુકોને પથ્થરના ઘા મારીને મોતને ઘાટ ઉતારનારા 'સ્ટોન કિલર'ને પણ તેવું જ દર્દનાક મોત મળ્યું.

TNN 8 Sep 2020, 8:12 am
રાજકોટઃ હિન્દીમાં એક કહેવત છે, 'જૈસી કરની, વૈસી ભરની' અર્થાત તમે જેવા કાર્યો કરો છો, તેવા જ પરિણામ તમારે ભોગવવા પડે છે. રાજકોટના મવડી પ્લોટના નવરંગપરા વિસ્તારમાં આવેલા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક 'સ્ટોન કીલર'ની પથ્થરના ઘા મારીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી. સોમવારે તેનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો.
I am Gujarat stone


પોલીસે જણાવ્યું કે, મહેશ ઉર્ફે હરેશ પ્રજાપતિ નામના આ વ્યક્તિની શનિવારે હત્યા કરાઈ હોઈ શકે છે. વર્ષ 2009માં મહેશ પથ્થરના ઘા મારીને ત્રણ ભીખારીઓની હત્યા કરવાના આરોપમાં પકડાયો હતો. જોકે તેની વિરુદ્ધ કોઈ ખાસ પુરાવાઓ ન હોઈ તે છૂટી ગયો હતો.

માલવિયાનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર કે.એન ભુકાન કહે છે, તેનો મૃતદેહ કોહવાઈ જતા ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી, આથી નજીકની ફેકટરીઓમાં કામ કરતા શ્રમિકોએ તપાસ કરતા તેમને ધાબા પરથી મૃતદેહ મળી આવ્યો હતો. તેમને હત્યાની શંકા જતા અમને જાણ કરી.

તેઓ વધુમાં કહે છે કે, અમે મૃતક હરેશ સાથે દારૂ પીધો હોવાની શંકા ધરાવતા પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. હરેશ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો અને શંકા છે કે આ ઘટના દારૂ પીધા બાદ બનેલી કોઈ તકરારનું પરિણામ છે.

Read Next Story