એપશહેર

જુનાગઢમાં જીમ સંચાલક યુવકનો આપઘાત, પરિવાર પર આભ તૂટી પડ્યું

કેશોદમાં જીમ સંચાલકે આપઘાતનો પ્રયાસ કરતા મિત્રો હોસ્પિટલ લઈ ગયા, ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવાર આઘાતમાં

Agencies 31 Oct 2021, 5:32 pm
જુનાગઢ: જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં એક જીમ સંચાલકના આપઘાતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ કેશોદના જીમ સંચાલક યુવકે માનસિક રીતે થાક્યો હોવાના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જુવાનજોધ દીકરાએ આવું પગલું ભરી લેતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે, તેમજ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં પોલીસ આવી પહોંચી હતી અને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
I am Gujarat 13

સુરતમાં સૌથી નાની વયના બ્રેઈનડેડ બાળકના હાથોનું દાન, પ્લેનમાં મુંબઈ પહોંચાડ્યા
પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
મીડિયા રિપોર્ટ મુજબ જૂનાગઢના કેશોદમાં દિપેશભાઈ પેથાણી પોતાના પરિવાર સાથે રહેતો હતો. દરમિયાન શનિવારે આપઘાત કર્યો હોવાની જાણ થતાં જ પરિવાર અને મિત્રો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસને પણ જાણ થતાં ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જેમાં ગણા સમયથી માનસિક રીતે થાકી ગયો હોવાને કારણે યુવકે જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.

પુત્રવધૂના ત્રાસથી સાસુએ જીવન ટૂંકાવ્યું
મીડિયા રિપોર્ટ મુજબ રાજકોટમાં વહુના ત્રાસતી કંટાળીને સાસુએ જીવન ટૂંકાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પુત્રવધુ સતત બે વર્ષથી સાસુ સાથે ઝઘડા કરતી હતી અને માનસિક ત્રાસ ગુજરાતી હતી. આખરે કંટાળેલા સાસુએ આપઘાત કરી લેતા પોલીસ દોડતી થઈ હતી. સસરાની ફરિયાદ પરથી પોલીસે પુત્રવધૂ સામે સાસુને આપઘાત માટે મજબૂર કરવા બદલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
છોકરી બનીને યુવક કરતો હતો 'ઓનલાઈન ફ્રેન્ડશીપ', આ રીતે ઝડપાયો
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ઘણા સમયથી આપઘાતના બનાવો વધ્યા છે. સુરત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઘટના સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઈન્ટર્ન ડોક્ટરે હોસ્ટેલના રૂમમાં જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે તેના બીજા દિવસે સુરતમાં સ્મીમેર હોસ્પિટલની રેસિડેન્ટ ઼ડોક્ટરનો હોસ્પિટલ કવાર્ટરમાંથી આપઘાત કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો