એપશહેર

જુનાગઢ: શિક્ષિકાને પૂર્વ પ્રેમી ધમકાવતો હતો, પોલીસ સુધી વાત પહોંચતા સીધો થઈ ગયો

યુવતીનો ભૂતપૂર્વ પ્રેમી જે પરિણીત છે અને બે સંતાનોનો પિતા પણ છે તેણે આ યુવતીનો ઘણીવખત રસ્તો રોક્યો હતો. ભૂતપૂર્વ પ્રેમી આ શિક્ષિકાને આ પ્રકારે પણ ધમકી આપતો હતો કે આપણા ભૂતકાળના પ્રેમ સંબંધના ફોટો વિડીયો વાયરલ કરીને તને સમાજમાં બદનામ કરીશ, તે જે યુવક સાથે સગાઈ કરી છે તેને મારીશ, તેમજ પોતાને છરીઓ મારીને ઈજાગ્રસ્ત કરવાની પણ ધમકીઓ આપી હતી.

Edited byનિલય ભાવસાર | I am Gujarat 27 Jun 2022, 4:49 pm

હાઈલાઈટ્સ:

  • આખરે ડરી ગયેલી શિક્ષિકા યુવતીએ આ સમગ્ર ઘટના વિશે જે યુવક સાથે સગાઈ થઈ છે તેને જણાવ્યું હતું.
  • શિક્ષિકા સાથે સગાઈ કરનાર યુવકે ઉચ્ચ પોલીસ અધિકારીને આ બાબતે જણાવ્યું હતું.
  • પોલીસે આ યુવક સામે કાર્યવાહી કરવાનું જણાવતા તે યુવક સીધો થઈ ગયો હતો.

હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર
જુનાગઢ: આ ચોંકાવનારી ઘટના જુનાગઢની છે કે જ્યાં એક શિક્ષિકાની સગાઈ થતાં પૂર્વ પ્રેમીએ તેને ધમકાવી બ્લેકમેઈલ કરીને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આખરે કંટાળીને યુવતીએ પોતાના ભાવિ પતિને આ સમગ્ર ઘટના વિશે જણાવતા તેમણે પોલીસની મદદ લીધી હતી. પોલીસે શિક્ષિકાના પૂર્વ પ્રેમી યુવકને ઝડપી તેની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરતા તે સીધો થઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, જુનાગઢ શહેરમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી યુવતીને એક યુવક સાથે ભૂતકાળમાં પ્રેમ સંબંધ હતો. પરંતુ, આ યુવતીની સગાઈ થઈ જતાં તેણે તે યુવક સાથે પ્રેમ સંબંધ રાખવાની ના પાડી હતી. પણ, યુવતીનો ભૂતપૂર્વ પ્રેમી જે પરિણીત છે અને બે સંતાનોનો પિતા પણ છે તેણે આ યુવતીનો ઘણીવખત રસ્તો રોક્યો હતો. ભૂતપૂર્વ પ્રેમી આ શિક્ષિકાને આ પ્રકારે પણ ધમકી આપતો હતો કે આપણા ભૂતકાળના પ્રેમ સંબંધના ફોટો વિડીયો વાયરલ કરીને તને સમાજમાં બદનામ કરીશ, તે જે યુવક સાથે સગાઈ કરી છે તેને મારીશ, તેમજ પોતાને છરીઓ મારીને ઈજાગ્રસ્ત કરવાની પણ ધમકીઓ આપી હતી.

આખરે ડરી ગયેલી શિક્ષિકા યુવતીએ આ સમગ્ર ઘટના વિશે જે યુવક સાથે સગાઈ થઈ છે તેને જણાવ્યું હતું. શિક્ષિકા સાથે સગાઈ કરનાર યુવકે ઉચ્ચ પોલીસ અધિકારીને આ બાબતે જણાવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર અને શી ટીમના સ્ટાફે તે શખસને શોધી કાઢ્યો હતો કે જે આ શિક્ષિકાને પરેશાન કરી રહ્યો હતો. પોલીસે આ યુવક સામે કાર્યવાહી કરવાનું જણાવતા તે યુવક સીધો થઈ ગયો હતો.

શિક્ષિકાના ભૂતપૂર્વ પ્રેમીને શોધી પોલીસે તેનો મોબાઈલ ચેક કર્યો હતો અને કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. આખરે આ યુવકના મોબાઈલમાંથી ફોટો ડિલીટ કરતા તે ફોર્મેટ કરી દીધો હતો. આ સિવાય શિક્ષિકાના ભૂતપૂર્વ પ્રેમીએ એ પ્રકારે પણ ખાતરી આપી હતી કે તે આ શિક્ષિકાને કોઈ દિવસ હેરાન નહીં કરે. ત્યારબાદ શિક્ષિકા અને તેના ભાવિ પતિએ રાહત અનુભવી હતી.
લેખક વિશે
નિલય ભાવસાર
નિલય ભાવસાર છેલ્લા સાડા ચાર વર્ષથી ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલ છે. અગાઉ પ્રિન્ટ મીડિયમ અને ઈસરોમાં પણ કામ કર્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઈન ડેવલપમેન્ટ કમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. અનુવાદની પ્રક્રિયામાં વધારે રુચિ છે.... વધુ વાંચો

Read Next Story