એપશહેર

પોરબંદર: વરરાજા બનેલા સાળાને નારાજ બનેવીએ પથ્થરથી પોંખ્યા!

લગ્નમાં ના બોલાવાયેલા બનેવીએ વરરાજા સાળાની કાર પર પથ્થરમારો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી.

Agencies 29 Nov 2020, 12:41 pm
પોરબંદર: પોરબંદરમાં પશુ ડોક્ટર લગ્ન કરીને પરત ફરતા હતા ત્યારે તેમના બનેવીએ તેમની કાર પર પથ્થરમારો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ કોલીખડા બખરલા રોડ પર ઓવરબ્રિજ નીચે વરરાજા સાળાની કાર પર બનેવીએ પથ્થરમારો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
I am Gujarat 5
પ્રતિકાત્મક તસવીર


પોરબંદરના કોલીખડા-બખરલા વચ્ચેનો બનાવ
મીડિયા રિપોર્ટ મુજબ દેગામ ગામે ગરબી ચોકમાં રહેતા સામતભાઈ વિસાણાએ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, રીણાવાડા ગામે પશુ ડોક્ટર તરીકે ખાનગી નોકરી કરે છે અને પોતાના લગ્ન હોવાથી કોલીખડાની સીમમાં લગ્ન પૂર્ણ કરીને યુવાન નવવધુ સાથે બહેન અને બનેવી કે જેઓ ગાડી ચલાવી રહ્યા હતા અને જાન લઈને ઘરે દેગામ પરત ફરતા હતા. આ દરમિયાન કોલીખડા-બખરલા રોડ પર ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર કાર પહોંચી ત્યારે અચાનક કોઈએ પથ્થરના ધા કારનો આગળનો કાચ તૂટી ગયો હતો. જેથી બનેવીએ થોડે આગળ જઈને ગાડી ઉભી રાખી હતી.

પશુ ડોક્ટરની કાર પર પથ્થરમારો
બનેવીએ તપાસ કરતા આ યુવાનનોજ બીજો બનેવી બખરલા સીમમાં રહેતો અરજન નરબત ખુંટી બ્રિજ ઉપર ઉભો હતો અને તેણે એવું કહ્યું હતું કે 'છેલ્લા બે વર્ષથી કેમ અમારી સામે બોલતા નથી અને તમને કોનો વાવડો છે’' તેમ કહી વરરાજાને જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. જેથી વરરાજા સાળાએ તેના બનેવી અરજન ખુંટી સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે બનેવી છેલ્લા બે વર્ષથી મારી બહેનને હેરાન કરતો હતો જેથી તેની ભળતું નહોતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો