એપશહેર

રાજકોટઃ નદીના ધસમસતા વહેણમાં આખી કાર તણાઈ ગઈ, ત્રણ લોકો ગુમ

Tejas Jinger | I am Gujarat 1 Oct 2019, 10:36 am
રાજકોટઃ કુંજવેલ નદીમાં ધસમસતા નીરમાં કાર તણાવાની ઘટના બની છે, રવિવારે રાત્રે સોધાણા ગામમાંથી કાર પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે પાણીના પ્રવાહમાં ખેંચાઈ હતી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: નદીમાં તણાયેલી કાર મળી ગઈ છે, પણ હજુ કારમાં સવાર હતા તે ત્રણ લોકોનો કોઈ પત્તો લાગ્યો નથી. આ કારમાં સવાર એક વ્યક્તિની ઓળખ થઈ છે જેનું નામ વિરેન મજેઠીયા છે. બગવદ્રા પોલીસ સ્ટેશનના PSI યુબી અખેડાએ જણાવ્યું કે, “ભારે વરસાદ બાદ ઓવરફ્લો થયેલા વર્તુ-2 ડેમના 17 દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે નદીમાં જળસ્તર ઊંચું આવ્યું છે.
મળી આવી તણાયેલી કારઆ કેસમાં એક જ વ્યક્તિની ઓળખ થઈ શકી છે. જેમાં પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે, આ અકસ્માત બાદ ગુમ થયેલા વ્યક્તિ પોરબંદરના અયોધ્યાનગરના શ્રીજી પાર્કના રહેવાસી છે, અને તેઓ જામનગર દર્શન કરવા માટે ગયા હતા.અંબાજીથી પરત ફરતી વખતે ત્રિશુલિયા ઘાટ પાસે ખાનગી બસ પલટી, 20થી વધુના મોત

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો