એપશહેર

રાજકોટમાંથી ઝડપાયેલા સેક્સ રેકેટનું કનેક્શન છેક ઝારખંડ સુધી, આ રીતે મેળવતા હતા ગ્રાહકો

રાજકોટ પોલીસે ગત અઠવાડિયે ડમી ગ્રાહક મોકલીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ત્યારે દલાલ એવા ભરત ગોહેલ નામના શખસની ધરપકડ કરી હતી.

I am Gujarat 12 Jan 2021, 9:08 pm
રાજકોટ: રાજકોટ શહેર પોલીસ દ્વારા સેક્સ રેકેટ ઝડપી પાડવામાં આવ્યું હતું. રાજકોટમાંથી ઝડપાયેલા આ સેકસ રેકેટના તાર ઝારખંડ સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. અહીં નોંધનીય છે કે થોડા દિવસ પહેલા પોલીસે રાજકોટમાં સેક્સ રેકેટ ચલાવતા એક દલાલની ધરપકડ કરી હતી. પોલીસે ડમી ગ્રાહક મોકલીને આ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. તે દલાલની પૂછપરછ કરતા તેણે ઝારખંડના અજયસિંઘ નામના વ્યક્તિનું નામ આપ્યું હતું.
I am Gujarat q17
પ્રતીકાત્મક તસવીર


રાજકોટ પોલીસે ગત અઠવાડિયે ડમી ગ્રાહક મોકલીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ત્યારે દલાલ એવા ભરત ગોહેલ નામના શખસની ધરપકડ કરી હતી. તેણે પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે સ્વરૂપવાન રૂપલલના સવારે મુંબઈથી રાજકોટ આવી હતી. તેણે ગ્રાહકો પાસેથી રૂપિયા 2 હજાર વસૂલતા હોવાનું જણાવ્યું હતું.

અહીં નોંધનીય છે કે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા ડમી ગ્રાહક મારફતે સેકસ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે આરોપીનો મોબાઇલ કબજે કર્યો હતો. તેમજ આરોપીની સાથે કયા-કયા રાજ્યના દલાલો સામેલ છે તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસે રાજકોટના દલાલનો મોબાઈલ જપ્ત કર્યો હતો.

પોલીસને પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે રાજકોટનો આ દલાલ સોશિયલ મીડિયા મારફતે ગ્રાહકો મેળવતો હતો. કોઈપણ ગ્રાહક જ્યારે તે ચોક્કસ નંબર પર ફોન કરે ત્યારે તે ફોન ઝારખંડમાં બેઠેલો અજયસિંઘ નામનો વ્યક્તિ ઉપાડતો હતો. પછી તે રાજકોટના ભરત ગોહેલ નામના વ્યક્તિનો સંપર્ક કરતો હતો. ત્યારબાદ ભરત પોતાના સંપર્કમાં રહેલી સ્વરૂપવાન સ્ત્રીને પોતાની સાથે હોટેલ લઈ જતો હતો. તેને હોટેલ પર લઈ જઈને ગ્રાહક પાસેથી રૂપિયા લેતો હતો.

રાજકોટમાં ઝડપાયેલા સેક્સ રેકેટના તાર ઝારખંડ સુધી જોડાયેલા છે. ત્યારે રાજકોટ પોલીસના અધિકારીઓ ઝારખંડ પહોંચ્યા હતા અને ત્યાં ઝારખંડ પોલીસની મદદથી તેમણે અજયસિંઘની ધરપકડ કરી હતી. હવે રાજકોટ એ ડિવીઝન પોલીસ ઝારખંડથી અજયસિંઘની ધરપકડ કરી રાજકોટ લાવી છે. હવે રિમાન્ડની માગણી સાથે તેને કોર્ટમાં રજૂ કરશે. રિમાન્ડ દરમિયાન તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો