એપશહેર

દિવાળી પછી ચોટીલામાં ઉમટી પડ્યા ભક્તો, સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાયું

દિવાળીના તહેવારો બાદ હવે હરવા-ફરવાના સ્થળો પર વધતી ભીડ બની ચિંતાનું કારણ.

I am Gujarat 17 Nov 2020, 4:05 pm
રાજકોટઃ કોરોના કાળમાં લોકોને વાયરસથી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાનું પાલન કરવાની સૂચના આપવામાં આવે છે. પરંતુ તહેવારોની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળતા હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સામે સવાલો ઉઠી રહ્યા છે. આવું જ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ ચોટીલામાં પણ જોવા મળ્યું જ્યાં મોટી સંખ્યામાં ભક્તો નવા વર્ષ પછી બીજા દિવસે દર્શન કરવા માટે ઉમટી પડ્યા અને આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનનો અભાવ જોવા મળ્યો.
I am Gujarat crowd of devotees at chotila after gujarati new year
દિવાળી પછી ચોટીલામાં ઉમટી પડ્યા ભક્તો, સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલાયું


એક તરફ જ્યારે રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતા ચિંતા વધી રહી છે ત્યારે બજારો અને હરવા-ફરવાના સ્થળ પર થઈ રહેલી ભીડ ચિંતામાં વધારો કરી રહી છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ ચોટીલામાં દિવાળીના તહેવાર નિમિત્તે ભારે ભીડ જોવા મળી આ દરમિયાન કોરોના જાણે ગાયબ થઈ ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. આવામાં રાજ્યભરમાંથી લોકો યાત્રાધામ પર જતા હોવાથી જો એક વ્યક્તિ કોરોના પોઝિટિવ હોય તો તેના કારણે ઘણાં લોકોને ચેપ લાગવાની સંભાવના રહે છે. આ સાથે વાયરસ નવા વિસ્તારોમાં પણ પહોંચી શકે છે.

રાજ્યમાં કોરોના કેસમાં પાછલા દિવસોમાં આવેલા ઉછાળાને જોતા રુપાણી સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે. કાળીચૌદશ, દિવાળી અને નવા વર્ષના દિવસે અમદાવાદમાં કેસો વધતા કોરોનાની સારવાર આપતી અસારવા સિવિલમાં નવા વોર્ડ ખોલવાની ફરજ પડી હતી. બીજી તરફ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સિવિલમાં યોજેલી બેઠકમાં કોરોનાના દર્દીઓને જરુરી તમામ સુવિધાઓ મળી રહે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સાથે જો કેસમાં મોટો ઉછાળો આવે તે કઈ રીતે દર્દીઓને સારવાર આપવી અને જરુરી સુવિધાઓ માટે કેવા પગલા ભરવા તે અંગે પણ ચર્ચા વિચાર્ણા કરવામાં આવી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો