એપશહેર

હવે તળેટીથી અંબાજી ફક્ત 7 મિનિટમાં પહોંચી જવાશે, આજે થશે ગિરનાર રોપવેનું લોકાર્પણ

એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેનું PM મોદી ઈ લોકાર્પણ કરશે, દર કલાકે 800 દર્શનાર્થી મંદિર પહોંચશે

I am Gujarat 24 Oct 2020, 9:03 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એશિયાનો 2.3 કિલોમીટર સૌથી લાંબા ગિરનાર રોપ વેનું દિલ્હીથી ઈ લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે લોકાર્પણ થયા બાદ મુખ્યમંત્રી રોપ વે માં બેસીને ગિરનાર પર જશે અને ત્યાં અંબાજી મંદિરે શિશ ઝુકાવીને આશીર્વાદ મેળવશે.
I am Gujarat e opening of girnar ropeway by pm modi within 7 minutes asias biggest rope way will take you to top of girnar mountaine
હવે તળેટીથી અંબાજી ફક્ત 7 મિનિટમાં પહોંચી જવાશે, આજે થશે ગિરનાર રોપવેનું લોકાર્પણ


વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે.આઠમાં નોરતે ગુજરાતને આરોગ્ય રક્ષા, પ્રવાસન વિકાસ અને કૃષિ કલ્યાણના ત્રિવિધ વિકાસ પ્રકલ્પોની ડિઝીટલ માધ્યમથી ભેટ અર્પણ કરશે. તેઓ આજે સવારે નવી દિલ્હીથી વીડિયો લિંક દ્વારા ગુજરાતના ત્રણ પ્રકલ્પોનું લોકાર્પણ કરવાના છે. જેમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યદય યોજના, યુ.એનમાં બાળકોના હૃદયરોગની સારવાર માટેની હોસ્પિટલનું લોકાર્પણ તથા એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વેનું લોકાર્પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઊર્જા મંત્રી સૌરભપટેલ જૂનાગઢ ખાતેથી સહભાગી થશે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદથી સમારોહમાં જોડાશે

જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ગિરનાર રોપ વેના લોકાર્પણને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રોપ વે ટ્રોલીને ફૂલોથી શણગારવામાં આવી છે, પ્રથમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પીટીસી ગ્રાઉન્ડમાં સવારે 10 કલાકે કિશાન સૂર્યોદય યોજનાનું વડાપ્રધાનના હસ્તે ઈ લોકાર્પણ થયા બાદ 11.30 કલાકે મુખ્યમંત્રી રોપ વે સાઈટ પર જશે ત્યાં લોકાર્પણ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને સાંસદ રાજેશ ચુડાસમા રોપ વે માં બેસીને ગિરનાર પર જશે અને ત્યાં અંબાજી મંદિરે માતાજીના દર્શન અને પૂજન કરીને શિશ ઝુકાવશે. આવતીકાલે મુખ્યમંત્રી ટીકીટના દર જાહેર કરશે. ત્યાર બાદ નીચે ઉતરીને 12.15 કલાકે તેઓ ગિરનાર રોડ પર રિસોર્ટનું મુખ્યમંત્રી ઉદઘાટન કરનાર છે, ત્યાં ૪૫ મિનીટનું તેમનું રોકાણ છે.

એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેમાં બેસવાનો દર રોપવે માટે ટિકિટના દર નક્કી થઇ ગયા છે. 16 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ટૂ-વે ટિકિટનો દર રૂ. 750, જ્યારે વન-વે ટિકિટના રૂ. 400 રહેશે. બાળકો માટે ટિકિટનો દર રૂ. 350 રખાયો છે. રોપવે લાગી જવાથી એના દ્વારા વાર્ષિક રૂ.400 કરોડની આવકનું લક્ષ્ય રખાયું છે. પ્રત્યેક ટ્રોલી કેબિનમાં 8 વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ 25 ટ્રોલી કેબિન આ રોપ-વે માં કાર્યરત રહેશે અને દર કલાકે બેય તરફ 800 જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે.

2007 માં જયારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખાતમુર્હૂત કર્યું હતું. રોપ વે માટે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વિધિવત પાયો નાખ્યો હતો, રોપ વે વિશે જાણીએ તો ગિરનાર પર્વતમાળા અંદાજે 200 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ છે. જેમાંથી 179 ચોરસ કિલોમીટર વિસ્તારને 1980 માં રીઝર્વ ફેરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, તેના પાંચ વર્ષ પછી એટલે 1985 માં ગુજરાત પ્રવાસન નિગમની ગિરનાર પર રોપ-વે શરુ કરવાની દરખાસ્તને મંજુરી મળતા 1994 માં ઉષા બ્રેકો વચ્ચે કરાર થયા હતા. દશેક વર્ષની ચર્ચા પછી ફેરેસ્ટની 9.91 હેક્ટર જમીન ગુજરાત પ્રવાસન નિગમને હવાલે કરવાનો નિર્ણય થયો કે જે ગિરનાર તળેટીથી અંબાજી સુધી રોપ-વે માટે ફળવવામાં આવેલ છે. રોપ-વે માટે 91132 ચો.મી.ની જરૂરિયાત સામે 71294 ચો.મી.જમીન ફળવવામાં આવી હતી અને રોપ વે સાકાર થયો છે.

જુનાગઢના ગિરનાર પર્વતની ટોચે ભગવાન દત્તાત્રેયની ટૂક અંબાજીધામ જવા-આવવા માટેના 2.3 કિ.મી લંબાઈના રોપ-વેનું પણ લોકર્પણ કરશે.આ રોપ વે ગુજરાતનો ચોથો રોપ-વે બનશે.ગિરનાર રોપ વેની લંબાઈ 2320 મીટર અને ઉંચાઈ 900 મીટર છે.

યુ.એન. મહેતામાં હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટનું આધુનિકરણ

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંયુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટીટયુટને રૂ. 470 કરોડના ખર્ચે અત્યાધુનિક સાધનથી સજ્જ કરાઇ છે. આ હોસ્પિટલમાં 850 પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે. ઉપરાંત નાના બાળકો કે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બીમારી ધરાવતા હોય તેમને સારવાર આપવા અલાયદી વ્યવસ્થા છે તેનું ઇ-લોકાર્પણ વડાપ્રધાન કરશે. અહીં 15 કાર્ડિયાક ઓપરેશન થિયેટર, 5 કાર્ડીયાક કેથલેબ, એક હાઇબ્રીડ કાર્ડિયાક ઓપરેશન થિયેટર સાથેની કેથલેબ,176 બાળકો અને સર્જીકલ / મેડીકલ આઇ.સી.સી.યુ. બેડ, 114 હ્યદયરોગની તકલીફ ધરાવતા બાળકો માટેના જનરલ વોર્ડથી સજ્જ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો