એપશહેર

ધ્રાંગધ્રાઃ 4 મહિનાથી પાડોશી યુવક યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો, ગર્ભપાતની 1 ગોળીથી ખૂલ્યો ભેદ

Yogesh Gajjar | I am Gujarat 21 May 2020, 8:58 am
રાજકોટઃ 20 વર્ષની એક યુવતીએ પોતાનો ગર્ભપાત બાદ પાડોશી યુવક વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. યુવતીનો આરોપ છે કે, બળાત્કાર કરનારા આરોપી યુવકે જ તેને ગર્ભપાત માટેની ગોળી આપી હતી. આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં આવેલા સંધ્યા લાઈન વિસ્તારમાં આ બની હતી. જેમાં આરોપી 4 મહિનાથી યુવતીને પીંખી રહ્યો હતો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:પોલીસે જણાવ્યું કે, આરોપીની ઓળખ અહમદ સંધી તરીકે કરવામાં આવી છે, જે છેલ્લા 4 મહિનાથી યુવતી સાથે અનેકવાર દુષ્કર્મ આચરી ચૂક્યો હતો. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 4 મહિના પહેલા જ્યારે પીડિતા પોતાના ઘરમાં એકલી હતી, અહમદ તેના ઘરમાં ઘુસી ગયો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ આ વાતની કોઈને ફરિયાદ કરવા પર યુવતી અને તેના પરિવારજનોની હત્યા કરવાની ધમકી આપી હતી.10 દિવસ પહેલા પીડિતાને માલુમ પડ્યું કે તે પ્રેગ્નેટ છે. આથી અહમદે તેને ભૃણને પેટમાં જ મારી નાખવા માટે એક ગોળી આપી. પરંતુ ગોળી લીધા બાદ યુવતી બે ભાઈન થઈને પડી ગઈ અને તેને બ્લીડિંગ થવા લાગ્યું.ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના સબ-ઈન્સ્પેક્ટર એન.બી ડોઢિયાએ કહ્યું, પીડિતાને હોસ્પિટલમાં લઈ ગયા બાદ તેણે પોતાની સાથે બનેલી ઘટના માતાને જણાવી. આ બાદ યુવતીની માતાએ પોલીસ સ્ટેશનમાં અહમદ સંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોતાના વિરુદ્ધ ફરિયાદ નોંધાયાનું માલુમ પડતા જ આરોપી ફરાર થઈ ગયો છે, હાલમાં પોલીસે તેને પકડવાની કવાયત હાથ ધરી છે.આ પણ જુઓઃ કોરોના વાયરસઃ વાહન સેનિટાઈઝેશન બની રહ્યો છે એક નવો બિઝનેસ ઓપ્શન

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો