એપશહેર

પ્રોફેસર પતિ પત્ની પર અમાનુષી ત્રાસ ગુજારતો, પત્નીનું મોત થતાં પોલીસે ધરપકડ કરી

Crime News in Gujarati: ભાવનગર જિલ્લાના તળાજામાં સરકારી કોલેજમાં (Bhavnagar District News) કામ કરતા પ્રોફેસર દેવજી મારુએ કથિત રીતે તેની પત્ની હંસા (37)ને ઘરમાં ગોંધી રાખીને અમાનુષી ત્રાસ ગુજરાત અને દિવસો સુધી ભૂખી રાખવાના કારણે મહિલાની તબિતય બગડી ગઈ હતી. લાંબી સારવારના અંતે તેનું મોત થતા પોલીસે પ્રોફેસર પતિ (Professor Husband Killed Wife)ની ધરપકડ કરી છે.

Edited byMitesh Purohit | TNN 16 May 2022, 9:57 am
રાજકોટ: ભાવનગર જિલ્લાની (Bhavnagar District News) એક સરકારી કોલેજના 50 વર્ષીય પ્રોફેસરને પત્ની પર લગભગ પાંચ વર્ષ સુધી શારીરિક અને માનસિક રીતે ત્રાસ આપ્યા બાદ મોત થતાં (Professor Husband Killed Wife) ધરપકડ કરવામાં આવી છે. તળાજા નગરમાં સરકારી કોલેજમાં કામ કરતા પ્રોફેસર દેવજી મારુએ કથિત રીતે તેની પત્ની હંસા (37)ને ઘરમાં ગોંધી રાખીને તેણીને નિયમિત રીતે માર માર્યો (Crime News in Gujarati) અને તેણીને દિવસો સુધી ભૂખી રાખી જેના કારણે તેણીની તબિયત બગડી હતી. આ દંપતી તેમના 14 વર્ષના પુત્ર સાથે તળાજા નજીકના થલિયા ગામમાં રહેતું હતું. 29 એપ્રિલના રોજ કેટલાક પડોશીઓએ તેની તબિયત વિશે જાણ્યું અને મારુને તેને હોસ્પિટલમાં દાખલ કરવા કહ્યું. તેણીને ગંભીર એનિમિયા સાથે મહુવા શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે મારુએ કથિત રીતે તેણીને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાના બહાને હોસ્પિટલમાંથી બળજબરીથી રજા અપાવી હતી. જો કે, તેણીને હોસ્પિટલ લઈ જવાને બદલે ઘરે લઈ ગયો અને તેણીને એક રૂમમાં બંધ કરી દીધી અને ચાલ્યો ગયો.
I am Gujarat talaja
તળાજામાં સરકારી કોલેજના પ્રોફેસરે પત્ની માથે અમાનુષી ત્રાસ ગુજરાતા ખૂબ જ કરુણસ્થિતિમાં પહોંચીને પત્નીનું મોત થું.

Ahmedabad News: સાસરીયાના ત્રાસથી વહુ આત્યંતિક પગલું ભરે પણ અહીં તો જમાઈએ 11મા માળેથી ભૂસકો માર્યો
દરમિયાન ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં રહેતા હંસાના ચાર ભાઈઓ તેની તબિયત તપાસવા મહુવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં તેઓને મહુવાના કેટલાક પડોશીઓ પાસેથી જાણવા મળ્યું કે તેણીને અમદાવાદ લઈ જવામાં આવી નથી અને તેને ઘરમાં ગોંધી રાખવામાં આવી છે. જેથી ભાઈઓએ તળાજા પોલીસની મદદ લીધી અને તેણીના ઘરે ગયા જ્યાં તેણી બેભાન પડી હતી. તેણી તાત્કાલિક જૂનાગઢ લઇ જઇ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે, 12 મેના રોજ હંસાનું અવસાન થયું હતું. પોલીસે જણાવ્યું કે દેવજી અને હંસાના લગ્ન 16 વર્ષ પહેલા થયા હતા. ત્યારબાદ તેણે ધાસા નગરની એક કોલેજમાં 2,500 રૂપિયાની નોકરી સાથે શરૂઆત કરી હતી. તેણે કથિત રીતે તેના પિતા પાસેથી પૈસા મેળવવા માટે તેણીને ત્રાસ આપવાનું શરૂ કર્યું. હંસાના ભાઈ અને પિતાએ આર્થિક મદદ કરી અને દંપતીને આખા વર્ષનું અનાજ અને અન્ય કરિયાણું આપ્યું કારણ કે તેમનો પગાર નજીવો હતો.
Custodial Death Case: 27 વર્ષે કસ્ટોડિયલ ડેથના કેસમાં એરફોર્સના 3 અધિકારીઓને કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી
બાદમાં દંપતી સુરત ગયા અને મારુએ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ની પરીક્ષા પણ પાસ કરી. પાંચ વર્ષ પહેલા તળાજાની કોલેજમાં નોકરી મળ્યા બાદ તેઓ મહુવા શિફ્ટ થયા હતા અને ભાડાના મકાનમાં રહેતા હતા. જો કે, મારુએ તેણીને મારપીટ કરીને અને તેણીને દિવસો સુધી ભૂખી રાખીને સખત ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું. તેણે કથિત રીતે પ્લોટ ખરીદવા માટે પત્નીના તમામ સોનાના દાગીના પણ વેચી દીધા હતા. દરમિયાન મારુને ખબર પડી કે તેની પત્નીના પિતાએ કોડીનારમાં મોટી જમીન વેચી દીધી છે જેથી તેણે મકાન બનાવવા માટે પૈસા મેળવવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું. તેના પિતાએ ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા જ્યારે ચાર ભાઈઓએ 1.5 લાખ રૂપિયા મળી કુલ 9 લાખ રૂપિયા આપ્યા હતા. મારુએ પત્નીના સૌથી નાના ભાઈ રઘુને પણ એક વર્ષ સુધી ઘર બાંધવામાં મજૂર તરીકે કામ કરવા દબાણ કર્યું હતું.

તળાજા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર આર.ડી. ચૌધરીએ જણાવ્યું કે તળાજા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મારુને 2020માં કોલેજની યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેણે તેની પત્નીને ટોર્ચર કરવાનું ચાલુ રાખ્યું હતું. મારુ પર હત્યા અને IPCની અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો