એપશહેર

જૂનાગઢઃ 20 ફૂટ ઊંડા કૂવામાં પડ્યો સિંહ, ચાર કલાકની મહેનત બાદ બચાવાયો

વન વિભાગ દ્વારા દોરડા અને પાંજરાની મદદથી સિંહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો

I am Gujarat 21 Dec 2020, 11:32 pm
જૂનાગઢઃ જૂનાગઢમાં એક સિંહ સોમવારે 20 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયો હતો. તેને બચાવવા માટે ભારે મહેનત કરવી પડી હતી. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સિંહને પાંજરા અને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.
I am Gujarat lion well


આ ઘટના માંગરોળ તાલુકાના ખોદડા ગામમાં બની હતી છે. વન્ય અધિકારી પીડી ચુડાસમાએ જણાવ્યું હતું કે સિંહ એક ખેતરના કૂવામાં પડી ગયો હતો. આ કૂવાને પાળી ન હતી અને કૂવો પણ સૂકો હતો. તેમાં વધારે પાણી ન હતું.

તેમણે જણાવ્યું હતું કે, સિંહને બચાવવા માટે ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. સિંહને બચાવવા માટે દોરડા અને પાંજરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સિંહની આસપાસ દોરડુ બાંધી દેવામાં આવ્યું હતું અને તેને ખેંચીને પાંજરા સુધી લાવવામાં આવ્યો હતો. સિંહને એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવ્યો હતો.

અધિકારીના જણાવ્યા પ્રમાણે સિંહનો એક પરિવાર ખોદડા ગામની બહાર વસવાટ કરી રહ્યો છે. આ પરિવાર ઘણા સમયથી અહીં વસવાટ કરી રહ્યો છે અને આ ગામ ગીર અભ્યારણથી ઘણો દૂર આવેલું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો