એપશહેર

કોડીનાર: ડોળાસા વાડીવિસ્તારમાં બર્ડ ફ્લુનો પોઝીટીવ કેસ, 220 મરઘા દફનાવાયા

અસરગ્રસ્ત વિસ્તારના 10 કિ.મી.ના ત્રિજ્યાવાળા વિસ્તારને સર્વેલન્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે

I am Gujarat 23 Jan 2021, 10:52 pm
ગીર સોમનાથઃ કોડીનાર તાલુકાના ડોળાસા ગામે વાડીવિસ્તારમાં મરઘા ફાર્મમાં મરધાના મૃત્યુ થતાં તેનો રિપોર્ટ બર્ડ ફ્લુ પોઝીટીવ આવ્યો છે. જેથી આજે પશુચિકિત્સા અધિકારીની ટીમ પશુધન નિયામક, રેપીડ રીપોન્સ ટીમ અને આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર જઈ મુલાકાત લીધી હતી. ભારત સરકારની ગાઈડ લાઈન મુજબ આ રોગ ચેપી હોવાથી વહીવટી તંત્ર અને જુદી જુદી ટીમો દ્રારા ત્વરીત પગલા લઈ બર્ડ ફ્લુ પોઝીટીવ આવતા આજુબાજુ 1 કિ.મી. ત્રિજ્યામાં આવેલ મરઘા ફાર્મમાં તપાસ હાથ ધરવામાં આવી હતી
I am Gujarat kodinar bird flu positive case in dolasawadi area220 chickens buried
કોડીનાર: ડોળાસા વાડીવિસ્તારમાં બર્ડ ફ્લુનો પોઝીટીવ કેસ, 220 મરઘા દફનાવાયા


આ તપાસ દરમિયાન 4 મરઘા ફાર્મમાં રહેલા 220 મરઘાને દફનાવામાં આવ્યા હતા. તેમજ સાવચેતીના ભાગરૂપે આ તમામ મરઘા ફાર્મ અને આજુબાજુના વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં અસરગ્રસ્ત વિસ્તારના 10 કિ.મી.ના ત્રિજ્યાવાળા વિસ્તારને સર્વેલન્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ વિસ્તારમા મરઘા, ઈંડા, મરઘાનો અગાર જેવી વસ્તુના ખરીદ/વેચાણ કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ વાહન અંદર જવા કે બહાર લાવવા નહીં, મરઘા પાલનને લગતી કોઈપણ પ્રવૃતિ જેવી કે ઈંડા, મરેલા મરઘા, મરધાની અગાર તથા મરઘા ફાર્મની સાધન સામગ્રી અંદર અથવા બહાર લઈ જવી નહીં. અસરગ્રસ્ત વિસ્તારમાં કામ કરતા માણસોએ રક્ષણાત્મક પહેરવેશ માસ્ક, મોજા, ગમ બુટ પહેરવાના રહેશે.પાણીના સંપર્કમાં બહારથી આવતા પક્ષીઓ ન આવે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. અસરગ્રસ્ત વિસ્તારમાં ચેપ ન લાગે તે માટેના તમામ રક્ષણાત્મક તકેદારીના પગલા લેવાના રહેશે.

આ હુકમ તાત્કાલીક અસરથી 60 દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

Read Next Story