એપશહેર

ભાવનગરની મહિલા PSI સાથે દુષ્કર્મ ગુજારનાર કચ્છનો PSI રાકેશ કટારા જેલના હવાલે

Bhavnagar Woman PSI Rape Case: ભાવનગર પોલીસની મહિલા અધિકારીને પ્રેમજાળમાં ફસાવી કચ્છના હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈએ દુષ્કર્મ આચરી મહિલા અધિકારી પાસેથી રોકડ અને દાગીના પડાવી ધાકધમકી આપતા ફરિયાદ નોંધાઈ હતી. જે મામલે પોલીસે PSIની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડનો સમય પૂર્ણ થતાં હવે તેને જેલના હવાલે કરવામાં આવ્યો છે.

Edited byદીપક ભાટી | I am Gujarat 5 Apr 2022, 10:20 am
ભાવનગર: ભાવનગરની મહિલા PSI સાથે દુષ્કર્મ ગુજરનાર અને દાગીના પડાવનારા કચ્છના PSIને આખરે જેલને હવાલે કરાયો છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરની મહિલા PSIએ ફરિયાદ કર્યાના કલાકોમાં જ ભાવનગર પોલીસ PSIને કચ્છથી ઉઠાવી ભાવ લાવી હતી અને રિમાન્ડ મેળવ્યા હતા. જો કે, રિમાન્ડની અવધિ પૂર્ણ થઈ જતાં આરોપી PSIને નામદાર કોર્ટમાં રજૂ કરી જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો હતો. તેમજ મહિલા અધિકારી પાસેથી પડાવેલા દાગીના ફણ અમદાવાદથી કબજે કરાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે ભાવનગર પોલીસની મહિલા અધિકારીએ કચ્છના PSI સામે દુષ્કર્મ, રૂપિયા-દાગીના પડાવ્યાના આક્ષેપો કરતી ફરિયાદ દાખલ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
I am Gujarat Bhavnagar Woman PSI Rape Case
રિમાન્ડ પૂર્ણ થતાં PSI કટારાને જેલના હવાલે કરાયો


મહિલા પોલીસ અધિકારીએ ભૂજ હેડ ક્વાર્ટરના પીએસઆઈ રાકેશસિંહ કટારા સામે ફરિયાદ નોંધાવતા કહ્યું કે, તેઓ તેના હમવતની પોલીસ અધિકારીના સંપર્કમાં આવ્યા બાદ તેણે પરિણીત અને બે સંતાનોનો પિતા હોવા છતાં પત્નીને છૂટાછેડા આપી દેવાના હોવાની ખોટી વાત કરી પ્રેમજાળમાં ફસાવી તેણીની સંમતિ ન હોવા છતાં 2019થી અત્યાર સુધી ભાવનગરના તેણીના ક્વાર્ટરમાં શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ વિશ્વાસમાં લઈને 3 લાખ તેમજ દાગીના મેળવી લઈ પરત ન કરી ધાકધમકી દઈ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.

મહિલા અધિકારીની ફરિયાદના પગલે પીએસઆઈ રાકેશ કટારા સામે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને ઘટના અંગે કચ્છ પોલીસને જાણ કરાતા કટારાને ડિટેઈન કરાયા હતા અને બાદમાં ભાવનગર પોલીસ તેનો ભુજથી કબજો મેળવીને ભાવનગર લઈ આવી હતી અને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. પૂછપરછ દરમિયાન કટારાએ કબૂલ્યું હતું કે, મહિલા અધિકારી પાસેથી મેળવેલા દાગીના અમદાવાદમાં ગીરવે મૂક્યા છે. જેથી પોલીસ અમદાવાદ પહોંચી દાગીના કબજે કર્યા હતા. રવિવારે રિમાન્ડ પૂર્ણ થતાં કટારાને કોર્ટમાં રજૂ કરી જેલે હવાને કરી દેવામાં આવ્યો છે.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story