એપશહેર

દીપડાના બચ્ચાને ઝાડ વચ્ચે ફસાવીને ચાર યુવાનોએ કરી પજવણી, વિડીયો થયો વાઈરલ

Yogesh Gajjar | TNN 14 Oct 2019, 8:48 am
રાજકોટઃ પોતાના મનોરંજન માટે ચાર યુવાનોએ માણસાઈની તમામ હદો વટાવી દીધી. અબોલ પશુ પર અત્યાચાર ગુજારતા ચાર ગ્રામીણ યુવાનોનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં દીપડાનું બચ્ચું છૂટવા માટે પ્રયાસો કરી રહ્યું છે, પરંતુ ચારેય યુવાનો તેને ઝાડ વચ્ચે દબાવીને પજવણી કરી રહ્યા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર વાઈરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે ચાર યુવાનોએ દીપડાના બચ્ચાને ઝાડ વચ્ચે ફસાવીને રાખ્યું છે અને લાકડી વડે તેની પજવણી કરી રહ્યા છે. મદદ માટે વલખા મારી રહેલા બચ્ચાનો વિડીયો ઉતારી રહ્યા છે. એક યુવક વારંવાર પોતાના ફોનને દીપડાના બચ્ચાના મોઢા પાસે લઈ જઈને પજવણી કરી રહ્યો છે.જોકે આ વિડીયો ક્યાંનો છે તે વિશેની કોઈ જાણકારી મળી શકી નથી. ફોરેસ્ટ વિભાગ અધિકારીઓએ ગીર અભ્યારણ નજીકની અન્ય કોઈ જગ્યા હોવાનું જણાવી રહ્યા છે. જૂનાગઢના મુખ્ય વન સંરક્ષક ડી.ટી વસાવડાએ કહ્યું, પ્રાથમિક દ્રષ્ટિએ વિડીયો ગીરમાં શૂટ ન કરાયો હોવાનું લાગી રહ્યું છે.વસાવડા આગળ કહે છે, ગામલોકો દ્વારા બોલાતા ‘મેકુ’ અને ‘બચકુ’ શબ્દ રાજ્યના અન્ય કોઈ ભાગમાં બોલાતી બોલીના છે. પરંતુ તેમ છતાં અમે ગીરની આસપાસમાં આવી કોઈ ઘટના બની છે કે કેમ તે વિશે તપાસ કરવા માટે સ્ટાફને જણાવી દીધું છે. જો આરોપીઓ અહીંથી મળી આવશે તો ચોક્કસ તેમને દંડ કરવામાં આવશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો