એપશહેર

દીવના ફેમસ ઘોઘલા બીચ પર આંટા મારી રહ્યો છે દીપડો, લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો

દીવના ફેમસ ઘોઘલા બીચ પર જતા પહેલા અત્યારે લોકો ચાર વાર વિચાર કરે છે. પાછલા ચાર દિવસથી ઘોઘલા બીચ અને ગામમાં દીપડો આંટાફેરા મારી રહ્યો છે. સીસીટીવી ફૂટેજમાં પણ દીપડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેને પકડવા માટે વન વિભાગે તૈયારી કરી છે, લોકોને પણ ઘરના દરવાજા બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે.

Edited byZakiya Vaniya | TNN 20 Sep 2022, 8:13 am
રાજકોટ- દીવ ફરવા જનાર પ્રવાસીઓ ઘોઘલા બીચની મુલાકાત ખાસ લેતા હોય છે. આ બીચ પોતાની નૈસર્ગિક સુંદરતાને કારણે વખણાય છે અને હવે તો તેની પાસે બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન પણ છે. પરંતુ પાછલા થોડા દિવસથી આ બીચ પર એક એવા મુલાકાતીની અવર જવર વધી ગઈ છે જેના કારણે અન્ય લોકો ભયગ્રસ્ત છે. અને તે અન્ય કોઈ નહીં પણ દીપડો છે. પાછલા ચાર દિવસથી દીપડો માત્ર ઘોઘલા બીચ પર જ નહીં, ગામમાં પણ આંટાફેરા મારી રહ્યો છે.
I am Gujarat ghoghla beach
ફાઈલ ફોટો


19મી સપ્ટેમ્બર સોમવારના રોજ સવારના સમયે વન વિભાગના કર્મચારીઓએ ઘોઘલા બીચ પર તેમજ ગામના અમુક વિસ્તારોમાં દીપડાના પગ માર્ક જોયા હતા. સાતમી સપ્ટેમ્બરના રોજ પહેલીવાર અહીં દીપડો દેખાયો હતો. ત્યારપછી વન વિભાગ દ્વારા પીંજરા મૂકવામાં આવ્યા હતા પરંતુ હજી સુધી દીપડાને પકડી નથી શકાયો. પાછલા ચાર દિવસથી સ્થાનિકો, પોલીસ અને વન વિભાગની ટીમ અલગ અલગ સ્થળોએ દીપડાને દરરોજ જોઈ રહ્યા છે. ઘોઘલા બીચ પર આવેલી અમુક હોટલના સીસીટીવી ફૂટેજમાં દીપડો જોવા મળ્યો હતો.

પોતાના નવા ઘરે આવેલા ચિત્તા તેના કુદરતી સ્વભાવ કરતા અલગ રૂપમાં કેમ દેખાયા?
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઘોઘલા ગામના લોકોને અપીલ કરવામાં આવી છે કે થોડા દિવસ સુધી પોતાના બાળકોને એકલા બહાર ના મોકલે અને ઘરના દરવાજા પણ બંધ રાખે. ખાસકરીને રાતના સમયે આ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. અધિકારીઓએ સ્વીકાર્યું કે દીપડો રાતના સમયે ગીર-સોમનાથ તરફથી આવે છે અને સૂર્યોદય પહેલા જતો રહે છે.


ઉલ્લેખનીય છે કે દીવ તંત્ર દ્વારા ઘોઘલા બીચનો વિકાસ કરવામાં આવ્યો હતો. આ બીચ પર સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવે છે તેમજ પર્યાવરણ સુરક્ષાના અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને તેને બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. દીવ શહેરમાં પ્રવેશ થતાની સાથે જ આ બીચ તમને જોવા મળી શકે છે. આ રસ્તો બ્રિજ તરફ જાય છે, જ્યાંથી એક રસ્તો ઘોઘલા ગામમાં જાય છે અને બીજો દીવ શહેર તરફ. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દીપડાને આ બ્રિજ તરફ જતો જોવામાં આવ્યો હતો. તે ત્યાંથી ઘોઘલા ગામ તરફ ગયો હતો રવિવારની સાંજે પણ દીપડો જોવા મળ્યો હતો. તેને પકડવા માટે ચાર પીંજરા મૂકવામાં આવ્યા છે.

Read Next Story